ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે. રોહિત શર્માએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સ સાથે આ માહિતી શેર કરી.
હવે સૌથી મોટો સવાલ એ છે કે રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે, જેમાં જસપ્રીત બુમરાહનું નામ સૌથી આગળ છે, તો બીજી તરફ કેએલ રાહુલનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ પર બંને માટે કેપ્ટન બનવું મુશ્કેલ માનવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે આ ખેલાડી!
મીડિયા રિપોર્ટ મુજબ અજિત અગરકરના નેતૃત્વ હેઠળની સિલેક્ટર્સની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે જોઈ રહી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને જાહેરાત પહેલાં સિલેક્ટર્સ ગિલ અંગે બીસીસીઆઈ સાથે વાત કરશે.
બુમરાહ આખી સિરીઝ રમી શકશે નહીં
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઈંગ્લેન્ડ પ્રવાસ પર સિરીઝની તમામ 5 મેચ રમવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવે છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે, બુમરાહ આખી સિરીઝ રમી શકશે નહીં. આ પરિસ્થિતિમાં, તેને કેપ્ટન બનાવવો શક્ય નથી, પરંતુ બુમરાહ વાઈસ-કેપ્ટન રહી શકે છે.
બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. બુમરાહ આઈપીએલની શરૂઆતની કેટલીક મેચોમાં પણ રમી શક્યો ન હતો, આવી સ્થિતિમાં બીસીસીઆઈ બુમરાહની ફિટનેસ અંગે કોઈ જોખમ લેવા માંગશે નહીં.
મેલબોર્નમાં રમી છેલ્લી ટેસ્ટ
આ વર્ષે જાન્યુઆરીમાં રોહિત શર્માએ ડિસેમ્બર 2024 માં મેલબોર્નમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ટીમ આ વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે અને રોહિતને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે તેને ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં. આ પછી, એવું માનવામાં આવતું હતું કે રોહિત 14 કે 15 તારીખે નિવૃત્તિની જાહેરાત કરશે, પરંતુ તેને બુધવારે જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી.