કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રૉયલ્સને 1 રનથી હરાવ્યા
કોલકાતા: આઇપીએલ 2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે 206 રનનો ભારે ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન રૉયલ્સ 205 રન પર ઓલ આઉટ થઈ ગઈ અને મેચ 1 રનથી હારી ગઈ. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફમાં જવાની શક્યતાઓ જીવંત છે.
રાજસ્થાન રૉયલ્સની બેટિંગની શરૂઆત ખરાબ રહી હતી. વૈભવ સૂર્યવંશી માત્ર 4 રન બનાવી આઉટ થયા. કુણાલ સિંહ રાઠોડ પણ માત્ર 8 રન બનાવી આઉટ થયા. યશસ્વી જયસ્વાલ 21 બોલમાં 34 રન બનાવી આઉટ થયા. અડધી ટીમ 71 રન પર પવેલીયન પરત થઈ ગઈ હતી.
રિયાન પરાગની ધમાકેદાર પારી
રિયાન પરાગે એક ઓવરમાં 5 અને સતત 6 છગ્ગા ફટકાર્યા. 13મી ઓવરમાં બીજા બોલથી ઓવરની સમાપ્તિ સુધી સતત 5 સિક્સર ફટકાર્યા. પછી 14મી ઓવરમાં પહેલા બોલ પર હેટમાયરે એક રન લીધો અને પોતાનો વારો આવતા જ રિયાન પરાગે ફરી સિક્સર ફટકાર્યો.
સદી ચૂક્યો રિયાન પરાગ
રિયાન પરાગે 45 બોલમાં 6 ચોગ્ગા અને 8 ચોગ્ગા ફટકારી 95 રન બનાવ્યા, પરંતુ સદી પૂર્ણ કરી શક્યા નહીં. તેમની આ પારી રાજસ્થાન રૉયલ્સને મેચમાં ટકાવી રાખી હતી, પરંતુ અંતે 1 રનથી મેચ હારી ગયા.