ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ઇન્ડિયન પ્રીમીયર લીગનો પુનઃ આરંભ થયો છે. આજે 17 મે, શનિવારના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે IPL 2025ની 58મી મેચ રમાશે. ચિન્નાસ્વામી ખાતે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. પાકિસ્તાન દ્વારા હુમલા કરતા અને યુદ્ધસ્થિતિને લઈને આઈપીએલ સ્થગિત રાખવામાં આવી હતી. અને હવે એક અઠવાડિયાથી વધુ સમયના વિરામ બાદ ઇન્ડિયન પ્રીમીયર લીગ ફરી શરૂ થતા ચાહકો પણ મેચને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તમામ ટિકીટોનું વેચાણ થઈ ગયુ છે. અને આજે સાંજે ફરી દેશમાં આઈપીએલનો ફિવર જોવા મળશે અને મેચ શરૂ થતા જ લોકો ટેલિવિઝન સામે બેસી જશે.
મેચ પર વરસાદનું જોખમ
બેંગ્લુરુનું અત્યારનું હવામાન જોતા વરસાદના વાદળો ઘેરાતા RCB વિરુદ્ધ KKR મેચમાં મોટી મુશ્કેલી આવી તેવી સંભાવના છે. દેશમા અત્યારે અનેક સ્થાનો પર કાળઝાળ ગરમીનો માહોલ છે ત્યારે મુંબઈ સહિત દક્ષિણ ભારતમાં હવામાનમાં ફેરફાર થતા વરસાદની સંભાવના જોવા મળે છે. બેંગલુરુમાં હવામાન ચાહકોની આશાઓ પર પાણી ફેરવી શકે છે. બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે મેચ શરુ થશે.ત્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ શું કહે છે. અત્યાર સુધીમાં આ સ્ટેડિયમમાં બેટસમેનોને સફળતા મળી કે પછી બોલરોને તે જોઈએ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
આ વખતે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની સપાટી છેલ્લા કેટલાક સીઝનની સરખામણીમાં ખૂબ જ અલગ દેખાય છે. સ્પિનરોને સપાટી પરથી થોડી મદદ મળી, જ્યારે બેટ અને બોલ વચ્ચે સારી લડાઈ ચાલી. પિચની સ્થિતિ જોતા પ્રથમ દાવ ખેલનાર ટીમ 170 થી 190 વચ્ચેનો સ્કોર સારો કરી શકે છે.વરસાદની સંભાવનાને પગલે ટોસ જીતનાર પ્રથમ બેટિંગ કરી સારો સ્કોર નોંધાવતા સામેની ટીમને મોટો પડકાર આપી શકે છે. વરસાદ ભૂમિકો ભજવે તો બીજા દાવમાં રમનાર ટીમને ઉંચા સ્કોરને પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
અત્યાર સુધી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLના રેકોર્ડ્સ અને આંકડા જોઈએ તો અંદાજ 100 જેટલી મેચ રમાઈ હતી. આ પીચનો રેકોર્ડ જોતા બીજા દાવમાં રમનાર ટીમને વધુ સફળતા મળે છે. એટલે કે પીચ પ્રથમ દાવ બાદ બીજા દાવમાં બેટસમેનને વધુ સફળતા આપે છે તેવું કહી શકાય.
- પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો – 43
- લક્ષ્યનો પીછો કરતી વખતે જીતેલી મેચો – 53
- ટોસ જીત્યા પછી જીતેલા મેચ – 53
- ટોસ હાર્યા પછી જીતેલા મેચ – 43
- પરિણામ વગરની મેચ – 4
- સૌથી વધુ સ્કોર- 287/3
- ન્યૂનતમ સ્કોર- 82
- ચેઝમાં સૌથી વધુ સ્કોર – 191/5
- પ્રતિ વિકેટ સરેરાશ રન- 27.98
- પ્રતિ ઓવર સરેરાશ રન – 8.82
- પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર- 167.89
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
RCB વિરુદ્ધ KKR મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન – રજત પાટીદાર અને અજિંક્ય રહાણે – ટોસના અડધા કલાક પહેલા મેદાનમાં ઉતરશે. IPLના ઇતિહાસમાં, RCB અને KKR કુલ 35 વખત ટકરાયા છે, જેમાંથી કોલકાતાએ 20 મેચ જીતીને પ્રભુત્વ મેળવ્યું છે. જ્યારે બેંગલુરુએ આ સમયગાળા દરમિયાન 15 જીત મેળવી છે. KKR એ છેલ્લા 5 મેચમાં ચાર વખત RCB ને હરાવ્યું છે.