
વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી: ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ આખરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી કે, તે આગળ રમશે કે રિટાયર થશે. ઇંગ્લેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો તેમના નિર્ણયને લઈને વાતચીત કરી રહ્યા હતા. પરંતુ 12 મે 2025 ના રોજ વિરાટ કોહલીએ સત્તાવાર રીતે ટેસ્ટ ક્રિકેટને નમસ્કાર કરી દીધો. પોતાની ખાસ નોંધમાં તેમણે 269 નંબરનો ઉલ્લેખ કર્યો છે, જેનું મહત્વ તેમના કરિયરમાં સમજવું પડશે.
મેં ટેસ્ટ કેપ પહેર્યાને 14 વર્ષ પૂરા કર્યા: કોહલી
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા તેના ચાહકો માટે એક ભાવુક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મેં ટેસ્ટ કેપ પહેર્યાને 14 વર્ષ પૂરા કર્યા છે. સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આ ફોર્મેટમાં મારી કારકિર્દી આટલી લંબાઈ પામશે. આ ફોર્મેટે મને આકરી કસોટી કરી ક્રિકેટમાં કામયાબી બેસાડવામાં મદદ કરી અને મને જીવનના કેટલાય મૂલ્યવાન પાઠ શીખવ્યા.
Reference