અમદાવાદ વિમાન અકસ્માતથી પૂરો દેશ આઘાત પામ્યો છે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટમાં જ વિમાનના ટુકડા થઈ ગયા. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું, ત્યાં કાળો ધુમાડો ખૂબ ઊંચો ઉડતો જોવા મળ્યો. ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ, અને અગ્નિ શમાવવા માટે 7 ફાયર એન્જિન તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દુ:ખદ અકસ્માત પ્રત્યે વિરાટ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી સંપૂર્ણપણે આઘાત પામી ગયા છે.
વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું છે કે ‘આજે અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે આઘાત પામી ગયો છું’. આ અકસ્માતમાં શિકાર થયેલા લોકો માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારજનો માટે મારી સંવેદના વ્યક્ત કરું છું.
રોહિત શર્માએ પણ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. હિટમેને લખ્યું હતું કે ‘અમદાવાદથી ખૂબ જ દુ:ખી અને હૃદયદ્રાવક સમાચાર’. હું તે લોકો અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરી રહ્યો છું, જેને આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહે પણ આ અકસ્માત પર ટ્વિટ કર્યું છે. તેને કહ્યું કે અમદાવાદમાં થયેલી આ વિમાન અકસ્માતથી હું આઘાત અને દુ:ખી છું. ઈરફાન પઠાણે પણ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વિમાન સળગતું જોવા મળ્યું. વિમાન જ્યાં ક્રેશ થયું, ત્યાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને થોડીવારમાં જ બધે કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ અકસ્માત સમયે વિમાનમાં 242 મુસાફરો હાજર હતા.