7 કલાક પેહલા
- કૉપી લિંક

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આપી છે, જોકે તેણે તેને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. ગુરુવારે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 25થી ઓછા સરેરાશથી રન બનાવ્યા બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું. આ શ્રેણીમાં તેણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા. 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થયો હતો. BGTમાં કોહલીએ 9 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા, જેમાં એક અણનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લાં 5 વર્ષમાં તેણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35થી ઓછી હતી. અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPL 2025માં જબરદસ્ત ફોર્મમાં રહ્યો. તેણે અત્યારસુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે.



તેણે ટેસ્ટમાં 9,000થી વધુ રન બનાવ્યા છે.
36 વર્ષીય કોહલીએ અત્યારસુધીમાં 123 ટેસ્ટમાં 9,230 રન બનાવ્યા છે. તેણે પોતાની ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે.



————————————————–
આ પણ વાંચો……….
વિરાટ અને રોહિતે એકસાથે નિવૃત્તિ લીધી:કોહલીએ કહ્યું આ મારી છેલ્લી T-20 આંતરરાષ્ટ્રીય મેચ હતી; ભારતીય કેપ્ટને કહ્યું- ગુડબાય કહેવાનો યોગ્ય સમય છે

16 વર્ષ, 9 મહિના અને 5 દિવસ પછી ભારતે T20 વર્લ્ડ કપ જીતવાની રાહનો અંત આણ્યો. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સામે કેપ્ટન રોહિત શર્માની આક્રમક ફિફ્ટી અને વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ ફાઈનલ પર્ફોર્મન્સને કારણે આ શક્ય બન્યું હતું.
રોહિત-વિરાટની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓનું પણ પર્ફોર્મન્સ મહત્ત્વનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ ખેલાડીએ ભારતની વર્લ્ડ કપની ભૂખ પૂરી થતાં જ T20માંથી નિવૃત્તિ લઈ લીધી. તેથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેમની મહાન સફરને જાણવી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો…