IPL 2025 ફાઇનલ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મંગળવારે (ત્રીજી જૂન) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે: જો IPL 2025ની ફાઇનલ દરમિયાન વરસાદ પડે અથવા અન્ય કોઈ કારણોસર મેચ ન યોજાય, તો ચેમ્પિયન ટીમ કેવી રીતે નક્કી કરવામાં આવશે?
આ ખેલ છે જો વરસાદ થાય તો:
ત્રીજી જૂને IPL 2025ની ફાઇનલમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત ન થાય, તો મેચ રિઝર્વ ડે (ચોથી જૂન) પર ખેલાશે. BCCIએ ઉપરાંત 120 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી એક દિવસમાં પરિણામ આવી શકે. જો તેય પરિણામ આવે નહીં, તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે.
રિઝર્વ ડે પર મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. જો વરસાદ રિઝર્વ ડેમા પણ વિઘ્ન બને અને પાંચ ઓવર ખેલી શકાતી ન હોય, તો સુપર ઓવર દ્વારા વિજેતાનો નિર્ણય લેવાશે. જો સુપર ઓવર ન થાય, તો પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાને રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં દેશભક્તિની થીમ પર IPLનો સમાપન સમારોહ
પ્લેઓફ માટે નિયમ
જો ફાઈનલ મેચ ડ્રો થાય તો બંને ટીમો સુપરઓવર રમશે. સુપરઓવરમાં પરિણામ ન આવે તો પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાને રહેલી ટીમ વિજેતા થશે.
અમદાવાદનું હવામાન
હવામાન વિભાગે અમદાવાદમાં ત્રીજી જૂને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર અરુણકુમાર દાસે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે અને આકાશ વાદળછાયું રહે સકે છે.’
