દિગ્વેશ રાઠી આઈપીએલ બાદ પણ કરી રહ્યો છે ધમાલ, પાંચ બોલમાં પાંચ વિકેટ, LSGના માલિકે શેર કર્યો વીડિયો
દિગ્વેશ રાઠી : આઈપીએલ-2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના ઘણા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ IPL-2025માં જગ્યા બનાવી શકી ન હતી. ટીમ તરફથી સૌથી શ્રેષ્ઠ બોલિંગ કરનાર સ્પીનર દિગ્વેશ રાઠી ખતરનાક બોલર સાબિત થયો હતો અને તેણે કુલ 13 મેચ રમીને 14 વિકેટ ઝડપી હતી. આમ તો આઈપીએલનું સમાપન થઈ ગયું છે, પરંતુ 25 વર્ષિય દિગ્વેશ રાઠીએ ફરી સૌને ચોંકાવી દીધા છે. રાઠી આઈપીએલ બાદ પણ હાહાકાર મચાવી રહ્યો છે. તેણે એક મેચમાં પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપીને ફરી પોતાનું ટેલેન્ટ સાબિત કરી બતાવ્યું છે.
રાઠીએ મચાવ્યો હાહાકાર
આઈપીએલ-2025માં દમદાર બોલિંગ કરનાર દિગ્વેશ રાઠીએ હવે સ્થાનીક મેચોમાં ધૂમ મચાવી રહ્યો છે. તેણે સ્પીનર બોલિંગ કરીને પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. તેણે પ્રથમ બોલમાં ખેલાડીને ક્લિન બોલ્ડ કર્યો છે, ત્યારબાદ પછીના ત્રણ બોલથી પણ ત્રણ ખેલાડીઓને ક્લિન બોલ્ડ કરી દીધા છે, જ્યારે તેણે પાંચમાં બોલમાં ખેલાડીને LBW આઉટ કરી પેવેલીયન મોકલી દીધો છે. આમ દિગ્વેશે ક્રિકેટના મેદાનમાં ફરી ધૂમ મચાવી પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી છે.
ટ્વિટર પર સંજીવ ગોયનકાએ શેર કરેલ વીડિયામાં દિગ્વેશ રાઠી પાંચ બોલમાં પાંચ વિકેટ લેતા જોઈ શકાય છે.
તમે વીડિયો જોવા માટે મૂળ સ્ત્રોતની મુલાકાત લઈ શકો છો
LSGએ શેર કર્યો વીડિયો
લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ દિગ્વેશ રાઠીની દમદાર બોલિંગનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘શું તમે એક સ્થાનીક ટી20 મેચમાં દિગ્વેશ રાઠીએ પાંચ બોલમાં પાંચ વિકેટ લીધી હોવાની ક્લિપ જોઈ. આ તેમની પ્રતિભાની ઝલક છે, જેના કારણે તેઓ IPL 2025માં લખનૌ આઈપીએલ માટે બ્રેકઆઉટ સ્ટાર બન્યા.’ રાઠીએ આ મેચમાં કુલ સાત બેટરોને આઉટ કર્યા છે. સંજીવ ઉપરાંત એલએસજીએ પણ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડર પર વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો :