RCB ટીમે IPL 2025ની ફાઇનલમાં જીત મેળવી, કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
IPL 2025ની ફાઈનલ મેચમાં RCB ટીમે 6 રનથી પંજાબ કિંગ્સને હરાવીને ટાઈટલ જીત્યું છે. કૃણાલ પંડ્યાને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને નવી ‘ટાટા કર્વ’ કાર એનાયત કરવામાં આવી. ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર સાઈ સુદર્શનને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય એવોર્ડ્ઝમાં સુદર્શનને ઓરેન્જ કેપ, પ્રસિદ્ધ કૃષ્ણાને પર્પલ કેપ અને સૂર્યકુમાર યાદવને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.
સુદર્શનને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ
ગુજરાત ટાઈટન્સના ખિલાડી સાઈ સુદર્શને IPL 2025માં 759 રન બનાવીને ઓરેન્જ કેપ જીત્યો. તેમણે ટુર્નામેન્ટનો ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો અને તેને 10 લાખ રૂપિયા અને ટ્રોફી એનાયત કરવામાં આવી. જ્યારે પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણાને 25 વિકેટ સાથે આપવામાં આવી. MIના સૂર્યકુમાર યાદવને સિઝનનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો, જેમણે 717 રન બનાવ્યા હતા. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 7 મેચમાં 206.55ના સ્ટ્રાઈક રેટથી 252 રન બનાવીને સિઝનના સુપર સ્ટ્રાઈકર તરીકે ઉભર્યા. SRHના ખેલાડી કમિન્ડુ મેન્ડિસને તેમની કેચ માટે બેસ્ટ કેચ ઓફ ધ સીઝનનો એવોર્ડ મળ્યો.
એવોર્ડ્ઝની સંપૂર્ણ યાદી:
- ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ: સાઈ સુદર્શન (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: વૈભવ સૂર્યવંશી (ટાટા કર્વ કાર અને ટ્રોફી)
- સુપર સિક્સ ઓફ ધ ટુર્નામેન્ટ: નિકોલસ પૂરન (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- રૂપે ગો ઓફ ધ ફોર સીઝન: સાઈ સુદર્શન (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- ગ્રીન ડોટ બોલ ઓફ ધ સીઝન એવોર્ડ: મોહમ્મદ સિરાજ (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- કેચ ઓફ ધ સીઝન: કમિન્ડુ મેન્ડિસ (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- ફેર પ્લે એવોર્ડ: ચેન્નાઈ સુપર કિંગ્સ (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- પર્પલ કેપ: પ્રસિદ્ધ કૃષ્ણા (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- ઓરેન્જ કેપ: સાઈ સુદર્શન (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર: સૂર્યકુમાર યાદવ (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- રનર-અપ ટીમ: પંજાબ કિંગ્સ (12 કરોડ રૂપિયા અને શીલ્ડ)
આમ આ IPL સીઝનમાં ઘણા યાદગાર પળો અને અસરકારક પ્રદર્શન જોવા મળ્યાં હતાં.