ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી: PM મોદીએ ગુજરાતના CM સાથે વાત કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમયે તમામ રાજ્યોની સુરક્ષા અંગે માહિતી મેળવી હતી. ત્યારે PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.
સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત
PM મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની વિગત મેળવી હતી.
PM મોદીએ ગુજરાત સરકારે લીધેલા પગલાની માહિતી મેળવી
સાથે જ PM મોદીએ ગુજરાત સરકારે લીધેલા પગલાંઓ અંગે પણ માહિતી મેળવી હતી. PMએ મુખ્યમંત્રી પાસેથી સરહદી જિલ્લાની માહિતી મેળવી હતી. રાજ્યના દરિયાકાઠાંના વિસ્તારો જેવા કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓની માહિતી મેળવી હતી. સાથે જ PM મોદીએ જામનગર જિલ્લાની સુરક્ષા મુદ્દે પણ વાત કરી હતી. કારણ કે, વહેલી સવારે જામનગરમાં પાકિસ્તનનું ડ્રોન જોવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના જામનગરમાં આજે વહેલી સવારે 4:00 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું જેને ભારતીય સેનાએ તરત જ તોડી પાડ્યું હતું. સુદર્શનથી પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હોવાની માહિતી સામે આવી હતી. ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા છે.