ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજ સવારે ચેતવણી આપી છે કે મુંબઈ અને ઉપનગરોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક છે. વાવાઝોડુ અને વાદળફાટ વરસાદની આગાહી સાથે આગામી 3-4 કલાક માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
જુહુ બીચ પર પોલીસની તૈનાત
મુંબઈવાસીઓને, ખાસ કરીને બહાર નીકળતા લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે ભારે પવન અને અચાનક ધોધમાર વરસાદની સંભાવના છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સાવચેતી તરીકે જુહુ બીચ પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સવારે 11:24 વાગ્યે ભરતીની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 4.75 મીટરના મોજા ઉછળે તેવી સંભાવના છે.
હાઈટાઇડની ચેતવણી જાહેર
મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે સાવચેતી રૂપે જુહુ બીચ પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સવારે 11:24 વાગ્યે હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. 4.75 મીટર ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે.
25 મેના રોજ સવારે 8 વાગ્યાથી 26 મેના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં મુંબઈમાં 58 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 19 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.
શહેરમાં અગાઉ 23 મેના રોજ હળવો વરસાદ પડ્યો હતો, જેમાં હવામાન વિભાગે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદની આગાહી કરી હતી.