યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ પછી ત્રણેય સેનાના DGMO છેલ્લા ત્રણ દિવસથી પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા. વડાપ્રધાન ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદની પરિસ્થિતિ વિશે માહિતી આપી શકે છે.
પાકિસ્તાનના વડાપ્રધાને ઓપરેશનની સફળતાનો દાવો કર્યો હતો
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 10 મેના રોજ રાત્રે 11.30 વાગ્યે પાકિસ્તાનના લોકોને સંબોધિત કર્યા હતા. આમાં તેણે ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાના ઓપરેશન ‘બુન્યાન-ઉન-મરસૂસ’ની સફળતાનો દાવો કર્યો હતો. ત્યારથી પાકિસ્તાનમાં ‘યૌમ-એ-તશક્કુર’ ઉજવવામાં આવે છે. યૌમ-એ-તશક્કુર એક ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે આભાર માનવાનો દિવસ.
ઓપરેશન સિંદૂરમાં 7 સૈનિક શહીદ, 60 ઘાયલ
7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 5 સેના અને 2 બીએસએફ સૈનિક શહીદ થયા છે અને 60 ઘાયલ થયા છે. આ ઉપરાંત 27 નાગરિકે પણ જીવ ગુમાવ્યા છે.
10 મેના રોજ યુદ્ધવિરામ થયો, પાકિસ્તાને 3 કલાકમાં ભંગ કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયો, જોકે પાકિસ્તાને એને લાગુ કર્યાના માત્ર 3 કલાક પછી જ તોડી નાખ્યો. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબમાં 15 સ્થળે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું હતું – યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી હતી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થી બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ પછી ભારત અને પાકિસ્તાને પણ યુદ્ધવિરામની પુષ્ટિ કરી.
પહેલગામ હુમલા પછી 4 જાહેર કાર્યક્રમમાં મોદીનાં ભાષણો હવે જે પાણી ભારતનું છે એ ભારતમાં જ રહેશે
6 મેના રોજ એબીપી ન્યૂઝ સમિટમાં પીએમ મોદીએ કહ્યું – આપણી નદીઓનું પાણી દાયકાઓથી વિવાદનો મુદ્દો રહ્યો છે. અમારી સરકારે નદીઓને જોડવાનો મોટો નિર્ણય લીધો છે. આજકાલ મીડિયામાં પાણી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલાં તો ભારતનું પાણી પણ બહાર જતું હતું. હવે ભારતનું પાણી ભારતના પક્ષમાં વહેશે અને ફક્ત ભારત માટે જ ઉપયોગી થશે. પીએમએ સિંધુ જળ સંધિના સંદર્ભમાં આ વાત કહી.
મધુબનીમાં કહ્યું- આતંકવાદીઓને કલ્પના બહારની સજા મળશે
પહેલગામ હુમલાના બે દિવસ પછી 24 એપ્રિલે બિહારના મધુબની પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલગામના ગુનેગારોને દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, તો કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી, તો કેટલાક બિહારના હતા. આજે કારગિલથી કન્યાકુમારી સુધી બધાનાં મૃત્યુ પર આપણો ગુસ્સો સમાન છે.
મન કી બાતમાં મોદીએ કહ્યું- પહેલગામ પીડિતોને ન્યાય મળશે
પહેલગામ હુમલાના 5 દિવસ પછી 27 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો શો ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં કહ્યું – આ આતંકવાદી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. આખી દુનિયાએ શોક વ્યક્ત કર્યો છે. પહેલગામ હુમલા પર દેશના લોકો ગુસ્સે છે. પીડિત પરિવારને ચોક્કસ ન્યાય મળશે. કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજો સારી રીતે ચાલી રહી હતી, બાંધકામ કાર્ય અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યું હતું, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ ગતિએ વધી રહી હતી, લોકોની આવક વધી રહી હતી, યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી હતી, પરંતુ જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.
મોદી-થરૂર અને સીએમ વિજયન એક મંચ પર: પીએમએ કહ્યું- આ કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ હરામ કરી દેશે
નરેન્દ્ર મોદી 2 મેના રોજ કેરળ-આંધ્રપ્રદેશના એક દિવસીય પ્રવાસે હતા. કેરળના કાર્યક્રમમાં પીએમ સાથે સીએમ પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂર સ્ટેજ પર હાજર હતા. આ અંગે પીએમએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, ‘હું મુખ્યમંત્રીને કહેવા માગું છું કે તમે INDI ગઠબંધનના મજબૂત સ્તંભ છો. શશિ થરૂર પણ અહીં બેઠા છે. આજના કાર્યક્રમને કારણે ઘણા લોકોની ઊંઘ ઊડી જશે. કાર્યક્રમમાં પીએમના ભાષણનો અનુવાદ કરનારી વ્યક્તિએ એનો યોગ્ય અનુવાદ કર્યો ન હતો. આના પર પીએમએ કહ્યું – સંદેશ ત્યાં ગયો છે, જ્યાં એને જવું જોઈતો હતો.