દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વિદેશ મંત્રી એસ જયશંકરને ત્રણ પ્રશ્નો પૂછ્યા. ગઈકાલે પણ રાહુલે ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. અત્યારે, જયશંકરે ડચ બ્રોડકાસ્ટર NOS કને આપેલા ઇન્ટરવ્યુને કારણે ટીકાઓ થઈ રહી છે, જ્યાં તેઓએ પહેલગામ આતંકવાદી હુમલા અને પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે વાત કરી હતી.