કોલકાતામાં જગન્નાથની રથયાત્રામાં લાગ્યા સુખોઈના ટાયર
આજે કોલકાતામાં આનંદપૂર્વક જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. પરંતુ, ખાસ વાત એ છે કે, રથમાં સુખોઈ વિમાનોના ટાયર લગાવવામાં આવ્યા છે. આ પહેલાં આ ટાયરોના સ્થાને 48 વર્ષોથી વિશાળ બોઈંગ 747 ના ટાયરો લગાવવામાં આવ્યા હતા.
સુખોઈના ટાયર કેમ લગાવાયા?
ઈસ્કોન કોલકાતાના રાધા રમન દાસે જણાવ્યું, ૧૯૭૭ માં જગન્નાથના રથનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તેમાં બોઇંગ 747 ના ટાયરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ ૨૦૦૫ માં ચકાસણીમાં જણાયું કે ટાયરો બદલવા જરૂરી છે.ને ૨૦૧૮માં એમઆરએફ સાથે સંપર્ક કરીને સુખોઇના ટાયરો મંગાવવામાં આવ્યા, જે હવે રથમાં લગાવવામા આવે છે.
સુખોઈના ટાયરોનું ટ્રાયલ
રાધા રમન દાસે જણાવ્યું, ગત રાત્રીએ સુખોઈના આ ટાયરોનું 24 કિલોમીટરનું ટ્રાયલ પણ લેવામાં આવ્યું હતું. આ ટાયરો બોઇંગ 747ના ટાયરો જેવા જ છે, જે ભગવાન જગન્નાથના રથમાં નવા તરીકે લગાવવામાં આવ્યા છે.