આજે ગંભીર બીમારીઓના કારણે મોતનું જોખમ વધતાથી લોકો ફિટનેસ પ્રત્યે સભાન બન્યા છે. લોકો જીમમાં જવા ઉપરાંત માનસિક તણાવ દૂર કરવા યોગ પદ્ધતિ પણ અપનાવી રહ્યા છે. પરંતુ કયારેક સામાન્ય ભૂલ તેમણે તંદુરસ્ત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આરોગ્ય સ્વસ્થ રાખવા કયો આહાર કયારે લેવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. સવારનાં નાસ્તામાં આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકરક માનવામાં આવે છે. નાસ્તામાં આ 5 ખોરાક સોથી ખરાબ માનવામાં આવે છે માટે જો તેમે આ આહારનું સેવન કરતા હો તો તેરત જ ખાવાનું બંધ કરો.
મિનિટમાં મેગીની સફળતાથી આજે ઇન્સ્ટન્ટનો સમય આવ્યો છે. બજારમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ઇન્સ્ટન્ટ ઓટ્સ મળવા લાગ્યા છે. ઇન્સ્ટન્ટ ઓટ્સ જલદી પથી તૈયાર થાય છે, પરંતુ તેમાં ફાઇબર અને પ્રોટીન ઓછું હોવાને કારણે ભૂખ જલદી લાગે છે. વારંવાર ભૂખ લાગતા તેમાં વધુ આહારનું સેવન કરો છો અને આગળ જતાં વજન વધવાની સંભાવનાથી પણ રહે છે.
ભારતીયોને સવારનું મનપસંદ પીણું ચા છે. અને આજકાલ ચાની સાથે બિસ્કીતનું સેવન સામાન્ય બન્યું છે. પરંતુ ચામાં રહેલા કેફીન અને બિસ્કીતમાં રહેલા મેદાના કારણે બની વસ્તુનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.
એકવશ પણ વર્ગ છે જે ચાનું સેવન કરતા નથી. મોડેલે જે, એકટર સહિત હાઈપ્રોફાઇલ સોસાયટીમાં આજે સવારના નાસ્તામાં ફલોનો રસ સાથે ટોસ્ટનું ચલણ વધ્યું છે. જો કે આ આહારમાં ફાઇબર કે પ્રોટીન હોતુ નથી. કેટલાક સંજોગોમાં ફલોનો રસ બ્લડ સુગર વધારે છે. અને સાથે ટોસનું સેવન કરતાં તેમાં રહેલ ગ્લુકોઝના કારણે શરીરમાં ખાંડનું સ્તર વધે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.
આજકાલ મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ચોકોસ અને કોર્ન ફ્લૅક્સ જેવા આહારનું સેવન કરતા હોય છે. આ નાસ્તામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ નાસ્તામાંથી વધુ પ્રોટીન મળે છે તેમ વેચાણ કરવામાં આવે છે. પરંતુ તેમાં ખાંડ વધુ અને પ્રોટીન ઓછું હોય છે. વધુ સુગરવાળા ખાદ્યપદાર્થોનું સેવન કરતાં ઉર્જા જલદી ખતમ થાય છે.
વ્યસ્ત જીવનશૈલીના કારણે આજે બાળકો અને ઓફિસ જયા લોકો સફેદ બ્રેડ અને પ્રોસેસ્ડ ચીઝથી બનેલી સેન્ડવીચથી સવારના નાસ્તામાં પોટાણી ભૂખ મટાડે છે. બ્રેડ સાથે પ્રોસેસ્ડ ચીઝનું સેવન કરવાથી ચયાપચય મંદ પડે છે. આ આહાર બ્લડ સુગર વધારી શકે છે તેમ જ પેટને ફૂલવું જેવી સમસ્યા પણ પેદા કરી શકે છે. કેટલાક સંજોગોમાં દિવસભર ઓડકાર આવતા રહે છે.