તંદુરસ્ત રહેવા માટે આપણે ઘણું કરીએ છીએ. સવારે ઉઠીને યોગ, પ્રાણાયામ, સ્ટ્રેચિંગ અને વૉકિંગ જેવી કસરત કરીએ છીએ. એટલું જ નહીં, તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર પણ લઈએ છીએ. પણ છતાં, મહિલાઓમાં ગર્ભાવસ્થા અને મેનોપોઝના કારણે વધેલું વજન ઉતરતું નથી. જો તમે પણ શરીરની વધારાની ચરબી (Belly Fat)થી પરેશાન છો તો આ ચિંતા છોડી દો. રોજિંદા વપરાશમાં ઉપયોગ લેવાતા આ શાકભાજીના રસ શરીરની વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરશે.
આજે બિનઆરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલીને કારણે પેટની ચરબી વધવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં તમે પોતાની દિનચર્યામાં આ શાકભાજીના જયુસને સામેલ કરો. ફટાફટ ઉતરશે પેટની ચરબી (Belly Fat). આ શાકભાજી તમને બજારમાં સરળતાથી મળી જશે અને તમે તેનો નિયમિત ઉપયોગ પણ કરી શકશો.
દૂધીનો રસ : ગરમીમાં દૂધીના શાકનું બજારમાં વધુ વેચાણ થાય છે. દૂધીમાં 96% પાણી રહેલું હોવાથી તે શરીરને હાઇડ્રેટ કરે છે. દૂધીનો રસ પીવાથી શરીરમાં ઝેરી તત્વો દૂર થાય છે અને ચયાપચયને પણ વેગ આપે છે, જેના કારણે ચરબી ઝડપથી બળે છે. આ ઉપરાંત, દૂધીમાં કેલરી પણ ઓછી હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં ફાયદાકારક છે.
પાલકનો રસ : જો તમને દૂધીનો સ્વાદ ના પસંદ આવતો હોય તો તમે બેલી ફેટ ઘટાડવા પાલકનો રસ લઈ શકો છો. પાલક વિટામિન એ, સી, કે, આયર્ન, ફોલેટ્સ, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ રસ પીવાથી ચયાપચય ઝડપી બને છે અને ચરબી ઝડપથી બળે છે. પાલકના રસમાં તમે એક કાકડી, એક ચમચી લીંબુનો રસ, અડધો ઇંચ આદુ અને કાળું મીઠું બ્લેન્ડરમાં નાખીને મિક્સ કરીને પી શકો છો.
કારેલાનો રસ : કારેલાનો રસ ફક્ત પેટની ચરબી ઘટાડવામાં જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રસ શરીરના ઝેરી તત્વોને સાફ કરે છે, જે ચયાપચય માટે ખૂબ ફાયદાકારક છે. એટલુ જ નહીં, તે ખાંડને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કારેલાના બીજ કાઢીને તેમાં ફુદીના અને અડધા લીંબુના રસ સાથે ભેળવીને સવારે આ રસ પીવો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.