ચહેરાની સુંદરતા વધારવા મહિલાઓ સૌંદર્ય પાર્લરમાં જાય છે. ક્યારેક તો ખર્ચાળ ક્રિમનો ઉપયોગ કરે છે. ઉનાળાની ગરમીમાં બહાર ફરવાને કારણે ત્વચા કાળી પડી જાય છે. ક્યારેક ત્વચા પર કરચલી પડવા લાગે છે. જેના કારણે ઉંમર કરતાં વહેલા વૃદ્ધ દેખાય છે. પરંતુ જો તમે આ ફળનું સેવન કરો તો ત્વચાની ચમક વધશે અને વૃદ્ધત્વ પણ દૂર રહેશે.
હાલમાં કેરી સાથે બજારમાં કેળા, જાબું અને પપૈયાનું ફળ દેખાય છે. પપૈયામાં એન્ટી-ઓક્સીડન્ટ અને વિટામિન હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કડક રાખે છે અને કરચલીઓ ઘટાડે છે. તે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં પણ સુધારો કરે છે. તેથી, પપૈયાને વૃદ્ધત્વ વિરોધી ફળ કહી શકાય.
પપૈયું શરીર માટે ખૂબ લાભકારક છે. તે ત્વચા રોગો સિવાય પાચન સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
- પપૈયાનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. પપૈયામાં પપેઈન (Papain) નામનો એન્ઝાઈમ હોય છે, જે પાચનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર પણ વધુ હોય છે, જે પાચન તંત્રને સાફ રાખે છે.
- પપૈયામાં વિટામિન A, C અને E હોય છે, જે ત્વચાને ચમકદાર અને યુવાવસ્થાવાળી રાખે છે. આ એન્ટી-એજિંગ ગુણધર્મ ધરાવે છે. પપૈયાનું નિયમિત સેવન મુક્ત રેડિકલ નુકસાન સામે લડવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી ત્વચા મુલાયમ અને વધુ યુવાન દેખાય છે.
- પપૈયામાં લાઇકોપીન હોય છે જે મુક્ત રેડિકલ નુકસાન સામે લડવામાં મદદ કરે છે જે વૃદ્ધત્વ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેમજ પપૈયામાં વિટામિન C વધુ પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પપૈયાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે ત્વચાને ચમકદાર બનાવે છે.
- પપૈયું ખૂબ જ હાઇડ્રેટિંગ ફળ છે જે તમારી ત્વચાને કોમળ, નરમ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે. હાઇડ્રેશન તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
નોધ: આ માહિતી માત્ર જાણકારી માટે છે, અને આ દાવાની ભલામણ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.