આયુર્વેદ અનુસાર ખોટી ફૂડ કોમ્બિનેશન જેનાથી દૂર રહેવું જોઈએ
ખાવાની વિચિત્ર રીતે અત્યારે વળાંક આવ્યો છે. લોકો ભોજનમાં શું ખાવા જોઈએ તેના કરતાં શું સ્વાદિષ્ટ છે તે સૌથી વધુ મહત્વ રાખે છે. સ્વાસ્થ્ય માટે શું સારું છે તેનો વિચાર કરાય છે, પરંતુ અત્યારે નિત્ય નવી ફૂડ ડીશ સાથે કેટલાક લોકો નવા-નવા અખતરાઓ કરતા રહે છે. જો કે, કેટલીક ખાદ્ય સામગ્રી છે જેને અન્ય કેટલીક ખાદ્ય સામગ્રી સાથે મિશ્રિત કરવામાં આવે તો પાચન બગડી શકે છે. આયુર્વેદમાં આવા કેટલાક ફૂડ કોમ્બિનેશન છે જેમાંથી તમારે ખાસ દૂર રહેવું જોઈએ.
દૂધ અને ફળ
સ્મૂધી આદિમાં ફળો સાથે દૂધ પણ ભેળવવામાં આવે છે. જો કે, આયુર્વેદમાં આ મિશ્રણને ખરાબ માનવામાં આવે છે. કારણ કે, દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા ખાટા (એટલે એસિડિક) હોય છે. આ મિશ્રણ તમારા પાચનને ધીમું કરી શકે છે. શરીરની પાચન શક્તિ (અગ્નિ) ને અસર પહોંચાડે છે, જેના કારણે શરીરમાં બળતરા અને ઝેરી તત્વોનો સંચય થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ગરમ પાણી કે દૂધ મધ સાથે
છતાં મધ, ગરમ પાણી કે દૂધ અલગથી પીવું સારું હોય છે, પરંતુ આયુર્વેદ મુજબ ગરમ પાણી કે ગરમ દૂધમાં મધ ભેળવવું બિલકુલ યોગ્ય નથી. આનું કારણ એ છે કે જ્યારે મધ ગરમ થાય ત્યારે તેનું તાપમાન વધે છે અને તે ઝેર બની જાય છે.
ઘી અને મધ
આયુર્વેદમાં ઘી અને મધ બંનેનો ઉપયોગ દવા તરીકે થાય છે. પરંતુ જ્યારે તેઓ એકસાથે ભળી જાય છે ત્યારે ઝેરી પ્રતિક્રિયા આપે છે. મધની અસર ગરમ હોય છે જ્યારે ઘીની અસર ઠંડી હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.