દાહોદમાં મનરેગા કૌભાંડની તપાસમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રો અને ભાણેજ સહિત પાંચ પર આરોપ લાગ્યો છે. હવે બનાસકાંઠાના ડીસામાં રેન બસેરાના કૌભાંડનો પ્રશ્ન આવ્યો છે. કહેવાય છે કે કામ ન થયું હતું તેટલા 36.50 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા. તેમાં ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં રેન બસેરા કૌભાંડનો આક્ષેપ થયો છે. કહેવાય છે કે જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ વગર કામ કર્યા વિના જ 36.50 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા. જેમાં જૂના ટીડીઓ અને ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરવો પડી રહ્યો છે. 2019થી 2024 સુધીની ગ્રાન્ટ વગર રેન બસેરા બનાવવાના કામ માટે 36.50 લાખની રકમ ચૂકવવામાં આવી હોવાનો આરોપ છે.
ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પહેલાં મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પરિવારીજનો સામીલ હોવાનો આરોપ લાગ્યો હતો, હવે બનાસકાંઠામાં રેન બસેરા કૌભાંડનો આરોપ લાગ્યો છે.