વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે અનેક પ્રકારની હરકતો કરે છે. સુરતમાં VNSUGની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. અને હવે VNSUG પરીક્ષામાં ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં અલગ-અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષાઓ બાબતે કડક વલણ અપનાવ્યું છે. 147 વિદ્યાર્થીઓ જૂન-જુલાઇની પૂરક પરીક્ષા આપી શકશે નહીં.
ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી
VNSUGની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેથી 147 વિદ્યાર્થીઓ જૂન-જુલાઇની પૂરક પરીક્ષા આપી શકશે નહીં. નર્મદ યુનિવર્સિટીમાં માલપ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા હતા અને ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા છે.
કાપલી, હાથ, પગ પર પેન્સિલ-રબર પર લખાણ કેસ નોંધાયા
VNSUGની પરીક્ષામાં કાપલી, હાથ, પગ પર પેન્સિલ-રબર પર લખાણ કેસ નોંધાયા હતા. 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી, જ્યારે 41 વિદ્યાર્થીઓ કાપલીમાંની સામગ્રીને વાપરીને જવાબ લખતા પકડાયા હતા. એક વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું. 11 વિદ્યાર્થીઓ પાસેથી સંચાર સાધનો મળ્યા હતા જેના કારણે નકલની શક્યતાઓ વધી રહી હતી.