માલગાડી ઊલટાઈ: રાજ્યમાં તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના
તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે સોમવારે માલગાડી ઊલટાઈ ગઈ હતી. માલગાડી મેઇન લાઇન પર જઈ રહી હતી ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પરથી ચાર નંબરનું વેગન પાટા પરથી ઊતરી પડ્યું હતું. આ ઘટના પછી રેલવે દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ દુર્ઘટના સર્જાતા રેલ વ્યવહારમાં અંધાધુંધી મચી ગઈ હતી, જો કે આ દુર્ઘટનાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ હોવાના અહેવાલ આવ્યા છે. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ હાથમાં લીધી.
આ પણ વાંચો : ગુજરાતભરમાં RTOનું સર્વર ગઈકાલથી ઠપ, હજારો લોકોને ધક્કો પડ્યો, કાલનું પણ નક્કી નહીં