plaintext

મૂળ જંબુસરના સારોદના રહેવાસી ઈબ્રાહીમભાઈ મૂળ જંબુસરના સારોદના રહેવાસી છે. તેઓ હાલ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ રૂમાના પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ ભાજપના કાર્યકર છે. છેલ્લા સાત મહિનાથી ઇબ્રાહીમભાઈ પોતાનું વડોદરા ખાતેનું મકાન ભાડે આપી સારોદ રહેવા જતા રહ્યા. તેમને બે પુત્રો છે. નાનો પુત્ર ઉંમર આશરે 24 વર્ષીય સાહિલ વિદેશમાં અભ્યાસ કરે છે. આ પ્લેનમાં તે પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. સાહિલના પિતાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, મારો નાનો પુત્ર સાહિલ સવારે ચાર વાગ્યે જોબ માટે નીકળ્યો હતો. મારી પુત્રીએ મને પ્લેન ક્રેશ થયાના સમાચાર આપતા પરિવાર ઘેરા આઘાતમાં છે. મારો પુત્ર સલામત હોય તેવી દુઆ કરીએ છીએ.