ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર કરવાની વિગત મુજબ
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે ગુજરાતમાં બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે, જેમાં કડી અને વિસાવદર સીટની પેટાચૂંટણી 19 જૂને થશે અને 23 જૂને પરિણામ જાહેર થશે.
4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી
ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં કડી અને વિસાવદરની વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજવાની છે. વિસાવદર વિધાનસભા બેઠકના ધારાઆસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ આપ પક્ષને છોડીને ભાજપમાં જોડાવાના કારણે બેઠક ખાલી થઈ હતી. આગામી તારીખે આપ પક્ષ દ્વારા ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા. તો વિઠલ્યા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવાનું છે જ્યારે કડીના ધારાઆસભ્ય કરસનભાઇ સોલંકીના અવસાનને કારણે બેઠક ખાલી થઈ હતી.
કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પેટાચૂંટણી
વધુમાં કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એક-એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાનું છે. જેમાં કેરળની નિલામ્બર બેઠક, પશ્ચિમ બંગાળની કાલિગંજ બેઠક અને પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી થશે.
પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન અને 23 જૂન પરિણામ
ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ આ 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. પેટાચૂંટણી માટે 26 જૂને ગેઝેટ નોટિફિકેશન જાહેર થશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. ત્યારબાદ 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતદાનના પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી 25 જૂને પેટાચૂંટણી પૂરી થયેલી જાહેર કરવામાં આવશે.