
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસો વધ્યા છે. RMO ડૉ. વિપુલ જાનીના મુજબ 26 મે, 2025થી કોરોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
.
છેલ્લા 20 દિવસમાં લેવાયેલા 40 સેમ્પલમાંથી 17 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 23 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તાજેતરમાં ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
નવા કેસોમાં પ્રાંતિજના ગ્રીનપાર્ક સોસાયટીની 22 વર્ષીય મહિલા, તલોદના વાવડી ગામની 19 વર્ષીય મહિલા અને હિંમતનગરની ઉમિયા વિજય સોસાયટીની 36 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત, હિંમતનગર સિવિલના ત્રણ સ્ટાફ સભ્યો કોરોના નેગેટિવ થતાં તેમણે ફરી ફરજ પર જોડાવાનું શરૂ કર્યું છે.