શિક્ષણ સહાયક ભરતી 2024 : નવી શાળા પસંદગીની મુદ્દત 09 જૂન સુધી વધારવામાં આવી છે
ગુજરાત સરકારનો નિર્ણય : ગુજરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા. 21 મે, 2025ના રોજ કરેલ શાળા ફાળવણીને રદ કરવામાં આવી છે. હવે તમામ ઉમેદવારોએ આગામી 09 જૂન, 2025 રાત્રે 11.59 કલાક સુધીમાં ઑનલાઇન પુનઃશાળા પસંદગી કરવાની રહેશે.
નોંધ: સરકાર જણાવે છે કે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ આ જ તારીખે ઑનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે.
ગત તા. 26 મે, 2025 અને તા. 05 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે :
- વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે.
- સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય.
- શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળે.
આ નિર્ણય પછી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલ હોય તેમજ શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે.
નોંધ : શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની વેબસાઈટ https://www.sebexam.org / બાબતના નોટિફિકેશનથી મેળવી શકાશે.