
બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. સવારના સમયે તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
.
શનિવારે મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું. મે મહિનામાં કમોસમી વરસાદ બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા દસ દિવસથી દિવસ અને રાત્રિના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટની આગાહી કરી છે. ઉકળાટભર્યા વાતાવરણની અસર લોકોના દૈનિક જીવન પર દેખાઈ રહી છે. હવામાન વિભાગે 25થી 27 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે.