અમદાવાદ શહેરમાં રાતનો ઉત્સાહ ક્યાં રોકાય છે? ચોથી જાગીરના પ્રહરીના નામે અમે એક સ્પેશ્યલ સીરીઝ શરૂ કરી છે. જેમાં અમદાવાદ પોલીસ વિભાગમાં અને અધિકારીઓ વચ્ચે શું થઈ રહ્યું છે તે લખીશું. પોલીસ, પંચાત અને પત્રકારની આ સીરીઝ દર રવિવારે સંદેશ ન્યૂઝની વેબસાઈટ પર ગુજરાત અને ક્રાઈમ સેક્શનમાં વાંચી શકશો.
અમદાવાદ પોલીસના વહિવટદારોની અનોખી વાતો
પોલીસ અને પંચાતમાં વહિવટદારોની વાતો વાતાવરણમાં છે કે જે અધિકારીઓની દલાલી કરી ખાતા હોય છે. સરકારી પગારે આવા વહિવટદારોએ પોલીસની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
વટવાના દિલિપનું નેટવર્ક આટલું મોટું!
ગયા અઠવાડિયે સંદેશ ડિજિટલ પર વટવામાં દિલિપ નામના વહિવટદારની વાત આવી હતી. તે કોના નામે અને કયા ‘ભા’ ના જોરે ફરે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શા માટે તેની સામે પગલું નથી લેતા તેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરાઈ રહી છે. દિલિપ વટવામાં દારૂના અનેક હાટડીઓની દુકાનો ચલાવે છે અને તેની પાછળનો મોટો ખેલાડી તેનો ‘ભા’ છે. દિલિપનું નેટવર્ક એટલું મોટું છે કે તેને પૈસા વસૂલવા માટે પણ લોકો મળે છે.
ટ્રાફિકમાં ફરજ બજાવતા PI ટ્રાફિક મેનેજ કરવામાં નિષ્ફળ!
અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં પીઆઈ કક્ષાના અધિકારીઓ નાખુશ જણાય છે. સાંજના સમયે ફિલ્ડમાં આવતા નથી અને સુચના આપતા નથી. તો, ટ્રાફિકના અન્ય કર્મચારીઓને જ ફરજ બજાવવાની હોય છે. પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે પીઆઈ કેબિનમાં બેસીને ફરજ બજાવતા નથી.
મોટી એજન્સીમાંથી બદલી આવી પણ કોન્સ્ટેબલોને છૂટા નથી કરાયા !
અમદાવાદ પોલીસમાં વાત ચાલી રહી છે કે જેમની બદલી થઈ ગઈ છે તેમને છૂટા જ નથી કરી રહ્યા. એક મોટી એજન્સીમાંથી કોન્સ્ટેબલોની બદલી થઈ પણ અત્યાર સુધી તેઓ છૂટા નથી કરાયા. તેઓ અમદાવાદના પોલીસ વિસ્તારમાં જ ફરજ બજાવી રહ્યા છે. આ કોન્સ્ટેબલોને છૂટા કરતા નહી હોવાની વાત વેગ પકડી રહી છે.
દારૂની રેઈડ કરવાને લઈ થઈ હતી બબાલ અને બારોટનો પડી ગયો વારો !
ગયા અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા એક ખેલનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ સેક્ટર 1 હેઠળના પોલીસ મથકના વહિવટદાર સામે આવો બોલ પડ્યો હતો કે દારૂની રિક્ષા છોડી દેવાનો વારો આવ્યો હતો. આ મામલે પોલીસ-પોલીસ વચ્ચે મામલો બન્યો હતો. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી વાત પહોંચી હતી.
કન્ટ્રોલ રૂમ અને અન્ય એજન્સીઓમાં બેઠેલા PI બદલીની જોઈ રહ્યાં છે કાગડોળે રાહ
અમદાવાદ શહેર વિસ્તારની રીતે ખૂબ મોટો છે અને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ફરજ બજાવે છે. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પી.આઈ. રાહ જોઈ રહ્યા છે કે તેમની પણ બદલી આવે અને બહાર નીકળે. અહેવાલ મુજબ, રથયાત્રા પછી અમદાવાદ પોલીસમાં પી.આઈ.ની બદલી આવી શકે છે.