પાટડી ખાતે પહેલી વખત ભાજપે સામાજિક સમરસતા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ ટુર્નામેન્ટમાં જિલ્લા ભરમાંથી કુલ 64 ટીમો રમવા આવી હતી. આજે ત્રણ રોમાંચક મેચ રમાઈ અને ફાઇનલ 20 મે ના રોજ રમાશે.
પ્રથમ મેચમાં રાજ રાજેશ્વરી ઇલેવને અમનગર ઇલેવનને 4 વિકેટે હરાવ્યું. અમનગર ટીમ 61 રન બનાવી. રાજ રાજેશ્વરી ટીમે 63 રન બનાવી વિજય મેળવ્યો. નદીમ મેમને 3 ઓવરમાં 3 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.
બીજી મેચમાં ખેરવા ઇલેવને વણા ઇલેવનને 5 વિકેટે હરાવ્યું. વણા ટીમે 109 રન બનાવ્યા હતા. ખેરવા ટીમે 111 રન બનાવી વિજય મેળવ્યો. વિષ્ણુજી ઠાકોરે 30 રન કાઢી 3 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.
ત્રીજી મેચમાં શ્રીરામ ઇલેવને લીંબડી ઇલેવનને 3 વિકેટે હરાવ્યું. લીંબડી ટીમે 100 રન બનાવ્યા હતા. શ્રીરામ ટીમે 104 રન બનાવી મેચ જીતી. જગમાલ ઠાકોરે 2 વિકેટ લઈ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા.
આમ, રાજ રાજેશ્વરી અને ખેરવા ઇલેવન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. શ્રીરામ ઇલેવન સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.