
વડોદરા, હરણી વિસ્તારના 17 વર્ષના વિદ્યાર્થીએ ભણવાના ટેન્શનમાં આપઘાત કર્યો. આ વિદ્યાર્થી 12મી સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ધોરણ 10માં તેના 97% માર્ક્સ હતા. તેથી, સારી તૈયારી કરી 12મીમાં પણ સારા માર્ક્સ મેળવવા ત્યાર પ્રેરવામાં આવતો હતો. છેલ્લા 2 દિવસોથી તે ભણવાના ટેન્શનમાં હતો. ગઇકાલે ટ્યુશનથી ઘરે આવ્યા પછી સ્ટડી રૂમમાં ગયો હતો. થોડીવાર પછી, પિતા રૂમ ખોલતા તે સામે તેમનો પુત્ર ફાંસા પર લટકતો હતો. હરણી પોલીસે કેસ દર્જ કર્યો છે.