જૂનાગઢના વંથલીમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પર જુની અદાવતમાં કુહાડી અને તલવારથી હુમલો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્રણથી ચાર ઇસમોએ કુહાડી અને તલવાર સાથે પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો છે. નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજાને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
જુના મનદુઃખમાં આ હુમલો કરાયો
જાણકારી પ્રમાણે જૂનાગઢના વંથલીમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર જુની અદાવતમાં ત્રણથી ચાર ઇસમોએ કુહાડી અને તલવારથી જીવલેણ હુમલો કર્યો છે. જેમાં સિરાજ વાજાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ હુમલાને કારણે સમગ્ર શહેરમાં ખળભળાટ ફેલાયો છે. સૂત્રોનું કહેવું છે કે, જુના મનદુઃખમાં આ હુમલો કરાયો છે.
શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપો
આ હુમલા અંગે વંથલી શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત સિરાજ વાજાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો થતાં લોકોમાં ચર્ચા થઈ છે. પોલીસે આ હુમલાની તપાસ તેજ કરી દીધી છે.