સાળંગપુરધામ હનુમાન મંદિરમાં વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો
સાળંગપુરધામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન જી મંદિરમાં આજે ખાસ શણગાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.
3 જૂન, 2025ના રોજ મંગળવારે હનુમાનજી દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો. વૃંદાવનના 7 કારીગરોએ 15 દિવસની મહેનતથી તૈયાર કરેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા. આ સાથે રંગબેરંગી ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.
દાદાને 151 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો, જે પ્રસાદ રૂપે ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી. અનેક ભક્તોએ મંદિરમાં પ્રત્યક્ષ હાજરી આપીને તેમજ ઓનલાઇન માધ્યમથી આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.