Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: ગુજરાતમાં મોક ડ્રીલની માહિતી: અડધા કલાકનું અંધારૂ, સાયરન ગુંજશે સવારે આઠ વાગ્યા સુધી
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ગુજરાતમાં મોક ડ્રીલની માહિતી: અડધા કલાકનું અંધારૂ, સાયરન ગુંજશે સવારે આઠ વાગ્યા સુધી

Gujrat

ગુજરાતમાં મોક ડ્રીલની માહિતી: અડધા કલાકનું અંધારૂ, સાયરન ગુંજશે સવારે આઠ વાગ્યા સુધી

THE PRIME NEWS NETWORK
Last updated: May 6, 2025 3:24 pm
THE PRIME NEWS NETWORK
Share
ગુજરાતમાં મોક ડ્રીલની માહિતી: અડધા કલાકનું અંધારૂ, સાયરન ગુંજશે સવારે આઠ વાગ્યા સુધી
SHARE

ભારત સરકારના ગૃહ મંત્રાલયે 7 મે 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, હોમ એ.સી.એસ. એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાયની હાજરીમાં 6 મે 2025ના રોજ સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમિશ્નર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આવી પરિસ્થિતિમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ:

ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.

કોઈપણ પ્રકારની ઈમરજન્સીની પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: આવતીકાલે યુદ્ધ સાયરનની ‘મોક ડ્રીલ’ યોજાશે, એક નાગરિક તરીકે તમારે શું કરવું અને શું ન કરવું?

7 મે 2025ના રોજ રાજ્યમાં સાંજે 7.30 થી 8.30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.

નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

ગૃહ રાજ્ય મંત્રીએ સૌ નાગરિકોને એવો પણ અનુરોધ કર્યો કે, આ મોકડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ થશે.

આ પણ વાંચો: ગુજરાતના માથે વધુ એક વરસાદી આફત, હવામાન વિભાગે 11 મે સુધી વરસાદની ચેતવણી જારી કરી

ગૃહ રાજ્ય મંત્રીએ મોક ડ્રીલ માટે પગલાવાર પ્રક્રિયાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ 12 વિવિધ પ્રકારની સેવાઓ છે, જે આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સીવીલ ડીફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

  • ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
  • સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
  • સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
  • ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
  • PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
  • વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
  • પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
  • મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
  • એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
  • પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
  • વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
  • ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્ષ 1962માં થયેલા ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ 1963થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું છે.

શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્માત વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ પદાધિકારી/સ્વયંસેવકો ખડેપગે હાજર રહી પ્રજાની સેવાકીય ફરજ બજાવે છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article અનિલ કપૂરે માતા માટે ભાવુક પોસ્ટ લખી: 'મા એક અદભુત સ્ત્રી હતી, પોતાની શક્તિથી બધાને જોડીને રાખ્યા' અનિલ કપૂરે માતા માટે ભાવુક પોસ્ટ લખી: ‘મા એક અદભુત સ્ત્રી હતી, પોતાની શક્તિથી બધાને જોડીને રાખ્યા’
Next Article અમદાવાદથી લઈ સુરત તમારા ઘરની આસપાસ છે સલામત સ્થળો, જ્યાં હવાઈ હુમલો પણ થશે નિષ્ફળ અમદાવાદથી લઈ સુરત તમારા ઘરની આસપાસ છે સલામત સ્થળો, જ્યાં હવાઈ હુમલો પણ થશે નિષ્ફળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં 16 જૂનથી ચોમાસુ આક્રમણ કરશે, 17 જિલ્લાઓને લાલ સિગ્નલ
Gujrat

ગુજરાતમાં 16 જૂનથી ચોમાસુ આક્રમણ કરશે, 17 જિલ્લાઓને લાલ સિગ્નલ

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન…

2 Min Read
HTML
Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
Gujrat

HTML

Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી મતદાન 19 જૂને અને પરિણામ 23 જૂને જાહેર…

2 Min Read
VIDEO: વ્યારામાં પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહાર ખોરવાયો, રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ    વ્યારામાં પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહાર ખોરવાયો, રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
Gujrat

VIDEO: વ્યારામાં પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહાર ખોરવાયો, રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ વ્યારામાં પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહાર ખોરવાયો, રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

માલગાડી ઊલટાઈ: રાજ્યમાં તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના તાપીના વ્યારા રેલવે સ્ટેશન પાસે સોમવારે માલગાડી ઊલટાઈ ગઈ હતી. માલગાડી…

1 Min Read
હળવદ પેટ્રોલ પમ્પમાં ર૫૪,૦૦૦ રૂપિયાની ચોરી
Gujrat

હળવદ પેટ્રોલ પમ્પમાં ર૫૪,૦૦૦ રૂપિયાની ચોરી

Swift Car in CCTV Footageહળવદ: હળવદ તાલુકાના વેગડવા ગામમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ત્રણ અજાણ્યા લોકોએ તોફાન કરી દાવ…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?