COVID-19 Case In Gujarat : ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ 3961 થઈ ગયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની માહિતી મુજબ, રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 397 છે. આજે સોમવારે (2 જૂન) રાજ્યમાં 95 નવા કેસ નોંધાયા છે.
આજે 95 કેસ નોંધાયા
ગુજરાત અને ભારતમાં કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, સોમવારે બપોરના 4 વાગ્યા સુધીમાં 22 હોસ્પિટલમાં અને 375 ઘરે આઈસોલેટ કરાયેલા કુલ 397 એક્ટિવ કેસ છે. આ સિવાય, 36 દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ગયા છે.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં
ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ 3961 થઈ ગયા છે. કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. મહારાષ્ટ્ર 506 કેસ સાથે બીજા નંબરે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના આંકડા મુજબ, સોમવારે 24 કલાકમાં 370 નવા કેસ દાખલ કરાયા છે. WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથને કહ્યું કે વધતા કેસને લીધે ડરવાની જરૂર નથી.