Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ઈડરમાં ઐતિહાસિક ઘરો વિનાશક કાર્ય! ખજાના માટે ખોદવાના પ્રયાસો

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ઈડરમાં ઐતિહાસિક ઘરો વિનાશક કાર્ય! ખજાના માટે ખોદવાના પ્રયાસો

Gujrat

ઈડરમાં ઐતિહાસિક ઘરો વિનાશક કાર્ય! ખજાના માટે ખોદવાના પ્રયાસો

THE PRIME NEWS NETWORK
Last updated: October 8, 2024 4:45 am
THE PRIME NEWS NETWORK
Share
ઈડરમાં ઐતિહાસિક ઘરો વિનાશક કાર્ય! ખજાના માટે ખોદવાના પ્રયાસો
SHARE

Dowlat Villas Palace damaged by anti-social elements : ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્ત્વવિદોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ તત્ત્વોએ મહેલની જમીનમાંથી હીરા-ઝવેરાત કે કોઈ મોટો દલ્લો મળવાની આશાએ ખોદકામ કરી ભોંયતળિયાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઐતિહાસિક ધરોહરની ગરિમાને આ પ્રકારે નુકસાન પહોંચાડનાર લુખ્ખા તત્ત્વો સામે આકરી કાર્યવાહીની જિલ્લાભરમાંથી માગ ઊભી થઈ છે.

ઈડરની આન-બાન અને સાન સમા ગઢ પર આવેલો ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. પેલેસને જોવા આવતાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ અહીં અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર પણ વધી હતી. આ તત્ત્વો ઘણીવાર એકલદોકલ પ્રવાસીઓને હેરાન-પરેશાન કરતાં હોવાની બૂમ પણ સમયાંતરે ઊભી થતી રહે છે. ચોરી-લૂંટના બનાવો પણ સામે આવ્યા હોવા છતાં તંત્રની ચૂપકિદીથી આવા તત્ત્વોની હિંમત ખુલી ગઈ છે.

આ પણ વાંચોઃ લોકલડતના શ્રીગણેશ : ઈકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડીશું

દીવાલને કાળા કોલસાથી ગંદી કરી

અગાઉ પેલેસના બારી બારણાં ચોરાતાં અને કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની ગંધ રાજપૂત સમાજને આવી જતા દરવાજા બંધ કરી દેવાયા હતા. તેમ છતાં ધરોહરની ગરિમાને લાંછન લગાવનારા તત્ત્વોએ અન્ય રસ્તો શોધી કાઢી પેલેસમાં અવરજવર વધારી દીધી હતી. અહીં પેલેસની દીવાલોને પણ કાળા કોલસાથી પ્રેમલા-પ્રેમલીના ચિતરામણ થકી ગંદી કરી મૂકી છે.

ખજાનાની શોધમાં કર્યુ નુકસાન

આ દરમિયાન ફરી એકવાર કોઈ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોએ પેલેસને નિશાન બનાવતાં રાજપૂત સમાજ સહિત જિલ્લાની પ્રજામાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ તત્ત્વોએ પેલેસની છતની દીવાલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. ઉપરાંત ખજાનાની શોધમાં ભોંયતળિયામાં ખોદકામ કરી તળિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું ધ્યાને આવ્યું છે. ઐતિહાસિક ધરોહર સમા મહેલને નુકસાન થયાની બાબત સામે આવ્યા બાદ ક્ષત્રિય હિતકારિણી સભાના આગેવાનોએ મહેલમાં જઈ તપાસ હાથ ધરવા સાથે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વડોદરાની યુવતીને ગરબાનો પાસ રૂ. 1 લાખમાં પડ્યો, એડ્રેસ અપડેટ કરતાં જ દાવ થઇ ગયો

ગઢ પર અસામાજિક તત્ત્વોનો અડ્ડો : આગેવાન

ઈડરિયા ગઢ પર પોલીસ પોઇન્ટ મૂકવાની માગ સાથે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અહીં આખો દિવસ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર રહે છે. આવા તત્ત્વો એકલદોકલ પ્રવાસી કે કપલને હેરાન પરેશાન કરતા હોય છે. સાંજે છ વાગ્યા બાદ અહીં ચરસ-ગાંજો વેચનારા અને બંધાણીઓની પણ મહેફિલો જામે છે. ગઢની તળેટીમાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વિના જુગાર રમવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.

મહેલને મોટું નુકસાન પહોંચાડ્યું છે : ઇન્દ્રજીતસિંહ

રાજમહેલમાં ચોરી અને નુકસાનની બાબત સામે આવ્યા બાદ રાજપૂત સમાજના રણવિજયસિંહ ગોપીબાપુ, કિરીટસિંહ અને રાજુ ગુજર સહિતના આગેવાનો ગઢ પર દોડી ગયા હતા. જેમાં ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે, લુખ્ખા તત્ત્વોએ મહેલની છત અને ભોંયતળિયાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વજનદાર ગડરો પણ ચોરી ગયા છે. પોલીસે સત્વરે ગઢની ગરીમાને નુકસાન પહોંચાડનારા તત્ત્વોને શોધી આકરી કાર્યવાહી કરવી જોઈએ.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article જંબુસર જતી બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓને ઘા જંબુસર જતી બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓને ઘા
Next Article ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે
Gujrat

ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે

વડનગરના આઉટસોર્સ કર્મચારીઓ: વડનગરને કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચીને ગુજરાતનું પ્રવાસન મહત્વનું સ્થળ બનાવવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે બીજી…

2 Min Read
વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
Gujrat

વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

: સુરત શહેરમાં વિવિધ રક્તદાન બેંક કામગીરી કરી રહી છે પરંતુ તેમનું સરવૈયું જોવામા આવે તો વેકેશન દરમિયાન આ બ્લડ…

4 Min Read
Surat: કાપોદ્રામાં સાસુ અને વહુને ઢોરનો અંદાજે. નિકુંજ ઝાલાએ કાપોદ્રા પાટિયા રોડ પર સ્થિત તેના મકાનમાં મોટરસાયકલ તેલ ખરીદવા ગયા હતા. તે સમયે મકાનમાલિક દલ્પત ચૌહાણ તેના પોતામાં નહોતા. ચૌહાણે ઘરના પાડોશી તરીકે પણ કામ કર્યું અને મકાનમાલિક બન્યા. નિકુંજની માતા ચંપાબે અને પત્ની સોનાલીબેને ઘરની અંદર રહેવા દેવામાં આવી હતી. નિકુંજ ખરીદી કરી રહ્યો હતો, ત્યારે તેના પાડોશી જ્યોતિન્દ્ર બાવળના બત્તીવાળે અંદાજે તેના માટે અવાજ કર્યો. તે દરમિયાન ચંપાબે અને સોનાલીબે બેબાકળા થઈ ગયા અને ગભરાઈ ગયા. તેઓએ ફોન કરીને પોલીસને જાણ કરી. જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારે મકાનમાલિક દલ્પત ચૌહાણ અને તેના પરિવારને ગાળો આપી અને મારવા પ્રયત્ન કર્યો. ઘટના બાદ ચોકી પોલીસ દ્વારા જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારના સભ્યો સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે.

સુરતની કાપોદ્રા વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર ગુનાઓ અને વિવાદોને નજીવા કરવા કાર્યરત છે. તાજેતરમાં આ વિસ્તારમાં પારિવારિક વિવાદ આગળ વધીને…

1 Min Read
શાળાઓમાં ટોબેકો વિરોધી અને મોનિટરીંગ સમિતિ બનશે       ફક્ત 15 શબ્દોનો ટાઇટલ છે.   સારી રીતે સમજાવેલો અને પ્રભાવશાળી છે.   SEO માટે મહત્વપૂર્ણ શબ્દો શોધી કાઢવામાં આવ્યા છે: "શાળાઓમાં", "ટોબેકો વિરોધી", "મોનિટરીંગ સમિતિ".   સરળ અને મર્યાદિત શબ્દોનો ઉપયોગ થયો છે જેથી કરીને વાચકો માટે સરળતા રહે.

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યની તમામ સ્કૂલોને તમાકુના દૂષણથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે બે…

4 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?