વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મનકી બાત’ પહેલ હેઠળ, ગુજરાતના મુખ્યમંત્રીએ શરૂ કરેલા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના ભાગ રૂપે 11 જૂન, બુધવારે સવારે 5:30 થી 7:30 વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ, ઈવેન્ટ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સરકારી તંત્રોના સંયુક્ત પ્રયાસથી આ શિબિરનું આયોજન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, MP દિનેશ મકવાણા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, અને અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
તેઓ શહેરના નાગરિકો સાથે જોડાશે અને આ મહત્વપૂર્ણ યોગ શિબિરમાં ભાગ લેશે. આ યોગ શિબિર સમાજમાં યોગ અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે આયોજિત છે અને સાથી જ મેદસ્વિતા મુક્તિની દિશામાં પગલું છે.