મહેસૂલ તલાટી પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલ વિભાગમાં 2389 ખાલી જગ્યાઓ માટે અરજી લેવાની પ્રક્રિયા 12 જૂન 2025 સુધી ચાલશે. સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ અરજી ભરી છે. આગામી દિવસોમાં પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. અહીં વિદ્યાર્થીઓ માટે વિગતવાર અભ્યાસ ક્રમ છે.
પરીક્ષા વિષયો :
- 200 ગુણની પ્રિલિમિનરી પરીક્ષામાં નીચેના વિષયો પૂછવામાં આવશે:
| વિષય | ગુણ |
|---|---|
| ગુજરાતી | 20 |
| અંગ્રેજી | 20 |
| રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થસાસ્ત્ર | 30 |
| ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો | 30 |
| પર્યાવરણ, વિજ્ઞાન અને આઈટી | 30 |
| પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ | 30 |
| બૌદ્ધિક ક્ષમતા | 40 |
| કુલ | 200 |
ગુજરાતી વિષય:
- રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દો, જોડણી, ભાષા શુદ્ધિ, સંધિ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પર પ્રશ્નો.
અંગ્રેજી વિષય:
- Tense, Active/Passive Voice, Narration, Sentence Transformation, Articles, Adjectives, Prepositions, Conjunctions, Verbs, Adverbs, Nouns, Pronouns, Idioms, Synonyms/Antonyms, One Word Substitutions, Affixes, Homonyms, Homophones.
રાજ્યવ્યવસ્થા, જાહેર વહિવટ, અર્થ વ્યવસ્થા:
- ભારતીય બંધારણ, સંઘ અને રાજ્ય, ન્યાયપાલિકા, સ્થાનિક સરકાર, યોજનાઓ, જાહેર માહિતી અધિકાર, ગુજરાત સંદર્ભમાં અર્થસાસ્ત્ર.
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો:
- સિંધુ ખીણ, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગુજરાતના રાજવંશો, 1857ની સ્વાતંત્ર્ય ચળવળ, ગાંધીજી, સરદાર પટેલ, ભૌતિક અને સામાજિક ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
પર્યાવરણ, વિજ્ઞાન, આઈટી:
- પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવન, ક્લાઈમેટ ચેંજ, આપત્તિ વ્યવસ્થાપન, પ્રદૂષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ ક્ષેત્ર, ઊર્જા નીતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી.
પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ:
- તાજેતરની સૌથી મહત્વની ઘટનાઓનું વિશ્ળેષણ.
બૌદ્ધિક ક્ષમતા:
- તર્ક, શ્રેણીઓ, સંબંધ, લોગિક, સમય, કેલેન્ડર, ઉંમર, સંખ્યા વ્યવસ્થા, માહિતી વિશ્લેષણ, સંભાવના, ગણિત, ભૂમિતિ, અંકગણિત, ગુણોત્તર અને પ્રમાણ.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ
નોંધ: આ માટે સંપૂર્ણ અભ્યાસ સામગ્રી અહીં ડાઉનલોડ કરી શકાય છે.