ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025: 105 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 જગ્યાઓ માટે
નવી ભરતી
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગની નિયંત્રણ હેઠળ આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 105 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી કરવામાં આવી રહી છે.
ઉમદેવારી પ્રક્રિયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના પોસ્ટ માટે 22 મે 2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવી રહ્યું છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
પોસ્ટ વિગતો
ભરતી અંતર્ગત બિન અનામત (સામાન્ય) વર્ગ માટે 44, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10, અનુ. જાતિ માટે 6, અનુ. જન જાતિ માટે 19, અને સા.શૈ. પ. વર્ગ માટે 26 જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે પર્યાવરણ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જૈવ રસાયણશાસ્ત્ર, સૂક્ષ્મજીવવિજ્ઞાન, જળચર જીવવિજ્ઞાન, દરિયાઈ જીવવિજ્ઞાન, જૈવ-વિજ્ઞાન, જૈવ-ટેકનોલોજી, કૃષિવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર (ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે) માં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 18થી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારના નિયમ મુજબ છૂટ આપવામાં આવશે.
પગાર ધોરણ
પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે, અને ત્યારબાદ નિયમિત નિમણૂંક પછી 39,900થી 1,26,600 રૂપિયા (લેવલ-7)ના પગાર ધોરણમાં મૂકવામાં આવશે.
પરીક્ષા ફી
બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા
- https://ojas.gujarat.gov.in પર જાઓ.
- Online Application માં Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.
- સંવર્ગની જાહેરાત પર ક્લિક કરી અરજી કરો.
- સંપૂર્ણ વિગતો ભરો અને સબમિટ કરો.
- અરજી સબમિટ થઈ જાય પછી પ્રીન્ટ આઉટ કાઢી લો.
અગત્યની તારીખો
- ભરતી જાહેરાત તારીખ: 15 માર્ચ 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 22 મે 2025
નોટિફિકેશન
[ નોટિફિકેશન અહીં ક્લિક કરો ]
વધુ વિગતો અને ભરતી નિયમો જાણવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ નિયમિતપણે તપાસવી.