પાટણ અને સાબરકાંઠામાં મ્યુનિસિપલ ઈજનેરની ભરતી: 11 મહિના માટે 35 હજાર પગાર
ગુજરાતમાં વિવિધ સરકારી નોકરીઓની ભરતી ચાલી રહી છે ત્યારે પાટણ અને સાબરકાંઠામાં ઘર આંગણે મ્યુનિસિપલ ઈજનેરની નોકરીની તક જણાવી છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન દ્વારા પાટણ અને સાબરકાંઠામાં મ્યુનિસિપલ ઈજનેરની ભરતી જાહેર કરી છે. આ માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતી માહિતી
- સંસ્થા: પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન, ગાંધીનગર
- પોસ્ટ: મ્યુનિસિપલ ઈજનેર
- જગ્યા: 2 (સિદ્ધપુર અને વડાલી માટે એક-એક)
- ઈન્ટરવ્યુ તારીખ: 11-6-2025
- ઈન્ટરવ્યુ સ્થળ: ગાંધીનગર
- પગાર: 35,000 રૂપિયા માસિક (11 માસ માટે)
પોસ્ટની માહિતી
- જિલ્લો: પાટણ (સિદ્ધપુર નગરપાલિકા, બ વર્ગ)
- જિલ્લો: સાબરકાંઠા (વડાલી નગરપાલિકા, ડ વર્ગ)
લાયકાત
- સિવિલ એન્જીનિયરની ડિગ્રી (અ અને બ વર્ગ)
- સિવિલ એન્જીનિયરમાં ડિપ્લોમા (ક અને ડ વર્ગ)
અરજી પ્રક્રિયા
વોક ઈન ઈન્ટરવ્યુના દિવસે નીચેની દસ્તાવેજો સાથે હાજર રહેવું પડશે:
- સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- અનુભવ પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઓળખ પુરાવા
નોંધ: અસલ અને પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.
ભરતીની શરતો
- નિમણૂક હંગામી હશે.
- નિમણૂક મેળવનારને કાયમી હક નથી.
- આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે.
વધુ માહિતી
ગુજરાત ભરતી 2025 પર મેળવો.