મહેસાણામાં નોકરીની ખૂબ જ સારી તક! જુઓ ક્યારે થશે ઈન્ટરવ્યૂ?
મહેસાણા: મહેસાણામાં રહેતા અને નોકરી શોધતા લોકો માટે સોનેરી તક આવી ગઈ છે. મહેસાણા જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં વિવિધ પોસ્ટ પર નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા આ પોસ્ટ માટે લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રીત કર્યા છે.
મહત્વની માહિતી
- સંસ્થા: જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, મહેસાણા
- પોસ્ટ: વિવિધ
- જગ્યા: 13
- નોકરીનો પ્રકાર: 11 મહિના કરાર આધારિત
- એપ્લિકેશન મોડ: વોક-ઈન ઈન્ટરવ્યૂ
- ઈન્ટરવ્યૂ તારીખ: 20 અને 21 મે 2025
- ઈન્ટરવ્યૂ સ્થળ: નીચે આપેલો છે.
ભરતી 2025: પોસ્ટની વિગતો
- ઓફિસ ઈન્ચાર્જ – 1
- કાઉન્સેલર – 1
- પ્રોબેશન ઓફિસર/ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર/કેસ વર્કર – 1
- સ્ટોર કિપર કમ એકાઉન્ટન્ટ – 1
- એડ્યુકેટર – 1
- હાઉસ ફાધર – 2
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર – 1
- પીટી ઈન્સ્ટ્રક્ટર, યોગા ટીચર – 1
- હાઉસ કીપર – 1
- રસોઈયો – 1
- હેલ્પર કમ નાઈટ વોચમેન – 2
શૈક્ષણિક લાયકાત
બાળ સુરક્ષા એકમ કચેરીની આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો આ ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેમાં ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ સુધીની શૈક્ષણિક લાયકાત માંગી છે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
બાળ સુરક્ષા એકમ કચેરીની આ ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા અંગે વાત કરીએ તો આ ભરતી અંતર્ગત વોક-ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ઉમેદવાર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે ઉંમર ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણામાં 11 મહિના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી હોવાથી આ વિવિધ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે ₹11,767થી લઈને ₹33,100 સુધી પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. કઈ પોસ્ટ માટે કેટલો પગાર મળશે એ જાણવા આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વોક-ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ
- વોક-ઈન ઈન્ટરવ્યૂ બે દિવસ ચાલશે: 20 મે 2025 અને 21 મે 2025
- 20 મે 2025: ઓફિસ ઈન્ચાર્જથી લઈને હાઉસ ફાધર
- 21 મે 2025: હાઉસ ફાધરથી લઈને નાઈટ વોચમેન
- ઈન્ટરવ્યુ સમય: બંને દિવસ સવારે 9 વાગ્યે
- ઈન્ટરવ્યુ સ્થળ: જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું
- ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે.
- ઉમેદવારે સવારે 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સમયબાદ આવેલા ઉમેદવારની ઉમેદવારી માન્ય ગણાશે નહીં.
- ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઈશે.
- ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જિલ્લા ભરતી સમિતિ મહેસાણાનો રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો