BOB ભરતી 2025, પટાવાળા ભરતી, બેંક ઓફ બરોડા ભરતી 2025 : 10મું પાસ ઉમેદવારો નોકરીની શોધમાં છે તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટ / પટાવાળાની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાએ પટાવાળાની કુલ 500 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. BOBની આ ભરતી અંતર્ગત ગુજરાતમાં પણ ભરતી થશે.
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત પટાવાળાની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
બેંક ઓફ બરોડા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | બેંક ઓફ બરોડા (BOB) |
| પોસ્ટ | ઓફિસ આસિસ્ટન્ટ / પટાવાળા |
| જગ્યા | 500 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 18 થી 26 વર્ષ વચ્ચે |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23-5-2025 |
| ક્યાં અરજી કરવી | bankofbaroda.in |
બેંક ઓફ બરોડા ભરતી, શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે 10મું પાસ (SSC / મેટ્રિક્યુલેશન) કરેલું હોવું ફરજિયાત છે.
- ઉમેદવારને રાજ્ય/પ્રદેશ અનુસાર સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
કયા રાજ્યમાં કેટલી જગ્યા પર ભરતી
| રાજ્ય | જગ્યા |
| આંધ્રપ્રદેશ | 22 |
| આસામ | 4 |
| બિહાર | 23 |
| ચંદીગઢ (યુટી) | 1 |
| છત્તીસગઢ | 12 |
| દાદરા અને નગર હવેલી (UT) | 1 |
| દમણ અને દીવ (UT) | 1 |
| દિલ્હી (યુટી) | 10 |
| ગોવા | 3 |
| ગુજરાત | 80 |
| હરિયાણા | 11 |
| હિમાચલ પ્રદેશ | 3 |
| જમ્મુ અને કાશ્મીર | 1 |
| ઝારખંડ | 10 |
| કર્ણાટક | 31 |
| કેરળ | 19 |
| મધ્યપ્રદેશ | 16 |
| મહારાષ્ટ્ર | 29 |
| મણિપુર: ૧ પોસ્ટ | |
| નાગાલેન્ડ | 1 |
| ઓડિશા | 17 |
| પંજાબ | 14 |
| રાજસ્થાન | 46 |
| તમિલનાડુ | 24 |
| તેલંગાણા | 13 |
| ઉત્તર પ્રદેશ | 83 |
| ઉત્તરાખંડ | 10 |
| પશ્ચિમ બંગાળ | 14 |
| કુલ | 500 |
મહત્વની તારીખ
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 મે થી શરૂ થઈ ગઈ છે, જે છેલ્લી તારીખ 23 મે 2025 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અથવા આ પેજ પર આપેલી સીધી લિંક પર ક્લિક કરીને ઓનલાઈન મોડ દ્વારા નિર્ધારિત તારીખોમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
વય મર્યાદા
ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઓછી અને મહત્તમ ઉંમર 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત શ્રેણીમાંથી આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ધ્યાનમાં રાખો કે ઉંમરની ગણતરી 1 મે, 2025 ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
અરજી ફી
આ ભરતીમાં, અરજી સાથે, જનરલ, OBC અને EWS શ્રેણીના ઉમેદવારોએ ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત, તમામ શ્રેણીઓના SC, ST, PH (વિકલાંગ) અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી જમા કરાવવાની રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને બેંક અને સરકાર દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે નોટિફિકેશન જુઓ
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે અરજી કરવી
- આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ અને કરિયરમાં વર્તમાન ઓપનિંગ્સ પર જાઓ અને ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
- આ પછી ઉમેદવારોએ પહેલા નવા પોર્ટલ પર “નવી નોંધણી માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરીને અને જરૂરી વિગતો ભરીને નોંધણી કરાવવી જોઈએ.
- નોંધણી પછી ઉમેદવારોએ અન્ય વિગતો, સહી અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે.
- છેલ્લે ઉમેદવારોએ શ્રેણી મુજબ નિર્ધારિત ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરવું.
- તેની પ્રિન્ટઆઉટ લઈ ભવિષ્યના સંદર્ભ માટે તેને સુરક્ષિત રાખવું જોઈએ.