કચ્છમાં વિદ્યાસહાયક ભરતી 2025: 4100 જગ્યાઓ માટે અરજી કરો
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની 4100 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે જગ્યાઓ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2025 છે.
ભરતીની મુખ્ય માહિતી
- સંસ્થા: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ
- પોસ્ટ: વિદ્યાસહાયક
- જિલ્લો: કચ્છ
- જગ્યાઓ: 4100
- અરજી મોડ: ઓનલાઈન
- અરજી શરૂઆત: 12 મે 2025
- અરજી છેલ્લી તારીખ: 21 મે 2025
- અરજી વેબસાઈટ: https://dpegujarat.in/
પોસ્ટની વિગતો
| પોસ્ટ | વિભાગ | વિષય | જગ્યાઓ |
|---|---|---|---|
| વિદ્યાસહાયક વર્ગ-3 | નિમ્ન પ્રાથમિક | ધો.1થી5 | 2500 |
| ઉચ્ચ પ્રાથમિક | ગણિત-વિજ્ઞાન | 509 | |
| ભાષાઓ | 554 | ||
| સામાજિક વિજ્ઞાન | 537 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે 2023 અને તે પહેલાના ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
મહત્વની તારીખો
- અરજી શરૂઆત: 12 મે 2025
- અરજી છેલ્લી તારીખ: 21 મે 2025 (સાંજે 5 વાગ્યા સુધી)
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ: 21 મે 2025 (સાંજે 5 વાગ્યા સુધી)
અરજી કેવી રીતે કરવી?
- https://dpegujarat.in/ પર જાઓ.
- ઓનલાઈન અરજી કરો.
- અરજીપત્રની હાર્ડકોપી સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવો.
- જરૂરી દસ્તાવેજો સાથે ચકાસણી કરાવો.
- ફી ભરો અને સહી કરેલી પહોંચ મેળવો.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
જાહેરાત
આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો-પ્રાથમિક શિક્ષક-ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિભાગના તા.11-5-2023ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલી બદલી નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરીક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં. આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.