ખેલ સહાયક ભરતી 2025: આવી ગઈ ભરતીની જાહેરાત, 38 વર્ષ સુધીની આવકાર્ય વય મર્યાદા, ઓનલાઈન અરજી કરો
ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ખેલ સહાયક પોસ્ટ પર ભરતીની તક આવી છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સમગ્ર શિક્ષા દ્વારા ગુજરાતમાં ખેલ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગી છે.
ખેલ સહાયક ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
| પોસ્ટ | ખેલ સહાયક |
| જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| વય મર્યાદા | 38 વર્ષ |
| અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 27-5-2025 |
| અરજી કરવાની લિંક | khelsahayak.ssgujarat.org |
ખેલ સહાયક ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ખેલ સહાયક યોજના અંતર્ગત 11 માસ માટે કરાર આધારિત ભરતીની જાહેરાત આપવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં ખેલ અભિરૂચી કસોટી SAT (Sport Aptitude test) પરીક્ષા લેવામાં આવી છે તેમાં પાસ થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક કરાર આધારિત ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને માસિક ₹21000 પગાર મળશે.
વય મર્યાદા
ઉમેદવારની વય અરજી કરવાની છેલ્લી તારીખે 38 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારે khelsahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવી.
- અહીં ઓનલાઈન એપ્લાય ઓપ્શન પર જઈને માંગેલી માહિતી ભરવી.
- અરજી ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.