Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી અમદાવાદ અને સુરતમાં સારા પગારવાળી નોકરીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે વિવિધ મેનેજર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન રહેશે.
ગુજરાત મેટ્રો ભરતી માટેની મહત્વની માહિતી, પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ અંગે વિગતવાર માહિતી માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.
ગુજરાત મેટ્રો ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 10 |
| નોકરીનું સ્થળ | અમદાવાદ, સુરત |
| વય મર્યાદા | 32થી 58 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17-6-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.gujaratmetrorail.com/careers/ |
ગુજરાત મેટ્રો ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા | નોકરીનું સ્થળ |
| ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી) | 1 | સુરત |
| ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC) | 1 | અમદાવાદ/સુરત |
| આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી) | 3 | સુરત |
| આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC) | 2 | સુરત |
| સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી) | 3 | સુરત |
ગુજરતા મેટ્રો ભરતી, શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી)
બી.ઈ./બી.ટેક સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, વધુમાં સલામતીમાં એક વર્ષના ડિપ્લોમા સહિત.
ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC)
B.E/B.Tech સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, ગુણવત્તા પ્રમાણપત્ર એ વધારાનો ફાયદો.
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી)
બી.ઈ./બી.ટેક સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, વધુમાં સલામતીમાં એક વર્ષના ડિપ્લોમા સહિત.
આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC)
B.E/B.Tech સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, ગુણવત્તા પ્રમાણપત્ર એ વધારાનો ફાયદો.
સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી)
બી.ઈ./બી.ટેક સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, વધુમાં સલામતીમાં એક વર્ષના ડિપ્લોમા સહિત.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-સેફ્ટી) | ₹70000-₹200000 |
| ડેપ્યુટી જનરલ મેનેજર(સિવિલ-QA/QC) | ₹70000-₹200000 |
| આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-સેફ્ટી) | ₹50000-₹160000 |
| આસિસ્ટન્ટ મેનેજર(સિવિલ-QA/QC) | ₹50000-₹160000 |
| સેક્શન એન્જીનિયર(સિવિલ-સેફ્ટી) | ₹40000-₹140000 |
ગુજરાત મેટ્રો ભરતી, વય મર્યાદા
વિવિધ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોની વય 32 થી 58 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે. વધુ માહિતી માટે અધિકૃત જાહેરાત વાંચો.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત મેટ્રોની વેબસાઇટ પર જાઓ: https://www.gujaratmetrorail.com/
- કારકિર્દીના વિકલ્પ પર ક્લિક કરો.
- બધી પોસ્ટની માહિતી જુઓ.
- તમે જે પોસ્ટ માટે અરજી કરવા માગતા હો, તે પોસ્ટ પર “એપ્લાય નાઉ” બટન પર ક્લિક કરો.
- તમામ વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને છાપવા માટે કૉપી સાચવો.