ઓજસ નવી ભરતી 2025 | ojas Bharti 2025 | GSSSB Recruitment 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
મહત્વપૂર્ણ સમાચાર: ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરીનું શ્રેષ્ઠ સુયોગ આવી ગયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે 100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો માટે નીચેની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુખ્ય માહિતી
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: માર્ગ અને મકાન વિભાગ
- પોસ્ટ: આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3
- કુલ જગ્યાઓ: 100
- અરજી કરવાની છેલ્લી તારીખ: 27 જૂન, 2025
- અરજી કરવાની વેબસાઈટ: https://ojas.gujarat.gov.in
ભરતીની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હેઠળ આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટેની 100 જગ્યાઓની વિગત નીચે મુજબ છે:
- બિન અનામત: 41
- આર્થિક રીતે નબળા વર્ગ: 10
- અનુ.જાતિ: 7
- અનુ.જન.જાતિ: 15
- સા.શૈ.પ.વર્ગ: 27
શૈક્ષણિક લાયકાત
- હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા, હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા, હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી, હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજીમાં ડિગ્રી, હોસ્પિટાલિટી અને હોટેલ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર (હોટેલ મેનેજમેન્ટ અને ટુરિઝમ), બેચલર ઓફ આર્ટ્સ (ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન), બેચલર ઓફ સાયન્સ (કેટરિંગ સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટ), બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ (ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટ), ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ, કે ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા, અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- હિન્દી અને ગુજરાતી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 37 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ