ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જુદા જુદા પોસ્ટ પર ભરતી ચાલુ રહેલી છે અને હવે ફરીથી ઓજસ નવી ભરતી આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક વધુ તક છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3 (સિવિલ)ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ઓજસ નવી ભરતી 2025 માટે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી, પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને ભરતીની મહત્વની તારીખો વિશે જાણવા માટે નીચેની માહિતી વાંચો.
ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
|---|---|
| વિભાગ | નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
| પોસ્ટ | અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 |
| જગ્યા | 824 |
| વય મર્યાદા | 18થી 33 વર્ષ |
| અરજી કરવાનો રસ્તો | ઓનલાઈન |
| અરજી શરુ તારીખ | 13-5-2025 |
| અરજી છેલ્લી તારીખ | 27-5-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
|---|---|
| બિન અનામત | 394 |
| આર્થિક રીતે નબળા | 82 |
| અનુ.જાતિ | 64 |
| અનુ.જન.જાતિ | 64 |
| આ.શૈ.પ.વર્ગ | 235 |
| કુલ | 842 |
શૈક્ષણિક લાયકાત
- ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ ઈજનેરિંગમાં ડિપ્લોમા, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956ની કલમ-3 હેઠળ માન્યતા પ્રાપ્ત કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા, અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર પાત્ર છે.
- સિવિલ ઈજનેરિંગમાં સ્નાતક ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર નથી.
- ઉમેદવારે કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં રાહત મળશે.
પરીક્ષા ફી
- બિન અનામત વર્ગ: ₹500
- અનામત વર્ગ: ₹400
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600નો ફિક્સ પગાર મળશે. તે પછી સંતોષકારક સેવાઓ જણાયે ₹39,900 થી ₹1,26,600 (લેવલ-7)ના પગાર મળશે.
કેવી રીતે અરજી કરવી
- https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- Online Application માં Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.
- સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી Apply કરો.
- માંગવામાં આવેલી તમામ વિગતો ભરો.
- અરજી સબમિટ કર્યા પછી પ્રિન્ટ કાઢી લો.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો