સુશાંત સિંહ રાજપૂત, દિવ્યા ભારતી, જિયા ખાન અને પ્રત્યુષા બેનર્જી જેવા કલાકારોના મોતના કિસ્સાઓ હજુ ઉકેલાયા નથી. આ કિસ્સાઓમાં એક પણ નક્કર જવાબ કે પુરાવો સામે આવ્યો નથી. તેમના મોતની પરિસ્થિતિ સવાલ બની રહી છે. અભિનેતા કુણાલ સિંહનું મોત પણ આવું જ એક રહસ્યમય કિસ્સો છે. તેના મોત વિશે પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો, અને તેની પર આરોપ હતો કે તેની પ્રેમિકા એ મોત માટે જવાબદાર હતી. સોનાલી બેન્દ્રે સાથે માત્ર એક જ ફિલ્મ કરી હતી. અને તે ફિલ્મનું નામ હતુ દિલ હી દિલમે. જેના ગીત અને સંગીત આજે પણ લોકપ્રિય છે.
પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો
2000માં આવેલી ફિલ્મ દિલ હી દિલમેમાં સોનાલી બેન્દ્રે સાથે નવો અભિનેતા કુણાલ સિંહનો ઉમેરો થયો હતો. માત્ર એક ફિલ્મથી કુણાલ સિંહ સીધો સ્ટાર બની ગયો હતો. ફિલ્મના ગીતો આજે તેમના ફેન્સ માટે લોકપ્રિય છે. પરંતુ કુણાલ સિંહનું અચાનક મૃત્યુ થયું, જેનાથી ચાહકોને દુઃખ થયું હતું. તેના પિતાએ એવો દાવો કર્યો હતો કે તેમના પુત્રે આત્મહત્યા ન હતી કરી, પરંતુ તેને મારી નાખવામાં આવ્યો હતો. 1999માં, કુણાલ સિંહે સોનાલી બેન્દ્રે સાથે ફિલ્મ ‘કધલર ધિનમ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ એટલી સક્સેસફુલ થઈ હતી કે પછીથી તેને હિન્દીમાં ડબ કરીને ‘દિલ હી દિલ મેં’ તરીકે રિલીઝ કરવામાં આવી હતી.
સહાયક સંપાદક તરીકે પણ કામ કર્યુ
ત્યારબાદ કુણાલે કેટલીક તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, પીછળથી તેની કોઈ પણ ફિલ્મ સફળ ન થઈ. પછી તેણે સહાયક સંપાદક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ફિલ્મ નિર્માણ પણ શરૂ કર્યું. કુણાલ સિંહે અનુરાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પછી, તેના બે પુત્રીઓના પિતા બન્યા હતા. અનુરાધાને એવી શંકા હતી કે તેના પતિનું સહ-અભિનેત્રી લવિના ભાટિયા સાથે અફેર હતું. આ કારણે અનુરાધા કુણાલને છોડીને તેના બાળકો સાથે તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી.
ફ્લેટમાં ફાંસી લગાવી
7 ફેબ્રુઆરી 2008ના રોજ લવિનાએ કુણાલને તેના મુંબઈના ઘરમાં લટકતો જોયો હતો. અભિનેતાના મૃત્યુ પછી, પોલીસે લવિનાને કસ્ટડીમાં લીધી કારણ કે તે સમયે તે ઘરે હાજર હતી. પોતાના નિવેદનમાં, લવિનાએ કહ્યું કે તે 10 મિનિટ માટે બાથરૂમ ગઈ હતી અને તે દરમિયાન કુણાલે ફાંસી લગાવી દીધી. જ્યારે લવિના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહીં, ત્યારે તેને છોડી દેવામાં આવી. પોલીસે એમ પણ કહ્યું કે કુણાલ કરાટેમાં બ્લેક બેલ્ટ હતો અને જો કોઈ તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે તો તે પોતાને બચાવી શક્યો હોત. તે જ સમયે, અભિનેતાના પિતા કર્નલ રાજેન્દ્ર સિંહે તેમના પુત્રના મૃત્યુમાં ગેરરીતિનો દાવો કર્યો હતો.
શરીર પર હતા કાપના નિશાન
પિતાએ જણાવ્યુ હતુ કે, તેમના પુત્રના મૃતદેહને હોસ્પિટલમાંથી પાછો લાવવામાં આવ્યો ત્યારે તેના પર કાપ અને ઈજાના નિશાન હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પહેલા તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી અને પછી તેને આત્મહત્યા જેવો દેખાડવા માટે તેને ફાંસી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ગળા પર ગળું દબાવવાના નિશાન પણ દેખાતા હતા. મૃતદેહને જોતાં એવું લાગતું હતું કે જાણે વ્યક્તિનું ગળું દબાવવામાં આવ્યું હોય અને પછી તેને ફાંસી આપવામાં આવી હોય.