સૈફ અલી ખાન પર જાન્યુઆરીમાં જીવલેણ હુમલો થયો હતો. જે બાદ તેમની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ છે. આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈફે કતરમાં નવું આલીશાન ધર ખરીદ્યુ છે. નવા આશિયાના અંગે વાત કરતાં તેણે જણાવ્યુ હતુ કે, આ ઘર સુરક્ષાની દ્રષ્ટીએ ખૂબ યોગ્ય છે. જીવલેણ હુમલાના ત્રણ મહિના બાદ જ નવુ ઘર ખરીદવામાં આવ્યુ છે. પટૌડી પેલેસ અને બ્રાંદ્રાના ઘર બાદ સૈફ અલી ખાન ફરી એકવાર આલીશાન ઘરના માલિક બન્યા છે.
કતરમાં ખરીદ્યુ આલીશાન ઘર
સૈફ અલી ખાનના કતરમાં ધ પર્લમાં સ્થિત ધ રેજિડેંસસ એટ ધ સેંટ રેજિસ માર્સા અરબિયા આઇલેન્ડમાં એક વૈભવી પ્રોપર્ટીમાં રોકાણ કર્યુ છે. અલફારદાન ગ્રુપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સૈફે આ પ્રોપર્ટી વિશે જણાવ્યુ હતુ. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, તેમના હાલના નિવાસસ્થાનથી તે નજીક હોવું જોઇએ. અને તે સુરક્ષાની દ્રષ્ટીએ વધુ સારુ હોવું જોઇએ. આ એક સુંદર સ્થાન છે. અને રહેવા માટે પણ તે યોગ્ય છે.
શૂટીંગ માટે ગયા હતા કતર
સૈફ અલી ખાને જણાવ્યુ હતુ કે, તેઓ શૂટીંગ માટે કતર ગયા હતા. અને કામ માટે તેઓ ત્યાં રોકાયા હતા. આ દરમિયાન જ ત્યાંનું સ્થાન તેમને ગમી ગયુ હતુ. આ સ્થાન વૈભવી, એકાંત અને સુરક્ષિત છે. આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાત પણ સરળ રીતે મળી રહે છે. આ બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને અહીં પ્રોપર્ટી ખરીદવાનું મન થયુ છે.
સૈફ અલી ખાનના આગામી પ્રોજેક્ટ
સૈફ આગામી ફિલ્મ જ્વેલ થીફમાં જોવા મળશે. જે 25 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સૈફની સાથે કૃણાલ કપૂર, જયદીપ અહલાવત પણ જોવા મળશે. કૃણાલ કપૂર વિશે વાત કરતા સૈફે કહ્યુ હતુ કે, તેઓ ક્યારેય પણ સેટ પર ઓન ટાઇમ નથી આવતા.
Reference : https://sandesh.com/entertainment/saif-ali-khan-buys-stunning-house-qatar-deadly-knife-attack-says-its-safe-beautiful-entertainment-bollywood-mumbai-india