9 કલાક પેહલા
- કૉપી લિંક

‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ ઓપરેશન પર ફિલ્મ બનાવવા માટે બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે હોડ જામી છે. આ બધા વચ્ચે, એક્ટર રણદીપ હુડ્ડા વર્ષ 2000માં વિદેશી ધરતી પર ભારતીય સેનાના સૌથી પરાક્રમી મિશન ‘ઓપરેશન ખુકરી’ની વાતને પડદા પર રજૂ કરવા જઈ રહ્યો છે.
રાહુલ મિત્રા ફિલ્મ્સ અને રણદીપ હુડ્ડા ફિલ્મે મેજર જનરલ રાજ પાલ પુનિયાના પુસ્તક ‘ઓપરેશન ખુકરીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન આર્મીઝ બ્રેવેસ્ટ પીસકીપિંગ મિશન અબ્રોડ’ના ફિલ્મ અડપ્શન (ફિલ્મ રૂપાંતરણ)ના અધિકારો મેળવી લીધા છે.
વર્ષ 2000માં વેસ્ટ આફ્રિકાના સિએરા લિયોન દેશમાં બળવાખોર દળોએ બંધક બનાવેલા 233 સૈનિકોને બચાવવા માટે ‘ઓપરેશન ખુકરી’ હાથ ધરવામાં આવ્યું હતું. ફિલ્મ મેકર્સે જણાવ્યું કે, ‘સિએરા લિયોન દેશના કૈલાહુન શહેરના પ્રતિકુળ પ્રદેશમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલું મિશન એક ભીષણ સંઘર્ષમાં પરિણમ્યું હતું, જેમાં કોઈપણ પુરવઠા વિના 75 દિવસ સુધી ભારતીય સેનાની ટુકડીની શક્તિની કસોટી કરી હતી. ત્યારબાદ એક હિંમતવાન, પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું પ્રતિ-આક્રમણ, જેને ભારતીય લશ્કરી ઇતિહાસમાં સૌથી સફળ ઓપરેશન તરીકે યાદ રાખવામાં આવ્યું છે.’ ફિલ્મમાં હુડા મેજર જનરલ રાજ પાલ પુનિયાની ભૂમિકા ભજવશે, જે તે સમયે 14મી મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના યુવાન કંપની કમાન્ડર હતા. મેજર જનરલે આ અસાધારણ બચાવ મિશન અને ત્યારબાદના જંગલ યુદ્ધમાં નેવિગેટ કર્યું હતું.

રણદીપ હુડ્ડા મેજર જનરલ રાજ પાલ પુનિયાની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મ ‘ઓપરેશન ખુકરીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન આર્મીઝ બ્રેવેસ્ટ પીસકીપિંગ મિશન અબ્રોડ’ પુસ્તક પર આધારિત છે, જે મેજર જનરલ પુનિયા અને તેમની દીકરી દામિની પુનિયાએ લખ્યું છે. રાહુલ મિત્રા ફિલ્મ્સ અને રણદીપ હુડ્ડા ફિલ્મ્સ પ્રોડક્શન બેનર્સે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા બૂકના ફિલ્મ અડપ્શનના અધિકારો સુરક્ષિત કર્યા છે.
એક નિવેદનમાં, રણદીપ હુડ્ડાએ કહ્યું કે, ‘ઓપરેશન ખુકરીની વાર્તાએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. તે ફક્ત બંદૂકો અને ગૌરવની વાર્તા નથી પરંતુ બલિદાન, ભાઈચારો અને અદમ્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે અદમ્ય હિંમતની વાર્તા છે. મેજર જનરલ પુનિયા કે જેમણે પોતાના સૈનિકોને અજાણી ભૂમિમાંથી 75 દિવસના ઘેરાબંધીમાંથી બહાર કાઢ્યા, તેમની ભૂમિકા ભજવવી મારા માટે એક સન્માન અને જવાબદારી છે. અમારો ધ્યેય ભારતીય લશ્કરી ઇતિહાસના એક એવા પ્રકરણને જીવંત કરવાનો છે, જે ફક્ત ઓળખ માટે નહીં પરંતુ આપણા સૈનિકોની ભાવના માટે વધુ માન્યતાને પાત્ર છે, જે શરણાગતિ કરતાં મરવાનું વધારે પસંદ કરે છે. હું માનું છું કે આ વાર્તા દરેક ભારતીયને પ્રેરણા આપશે.’