બોલીવુડમાં આજે કભી ખુશી કભી ગમ જેવા માહોલ છે. આજે એક બાજુ અભિનેત્રી અવિકા ગોરની સગાઈના સારા સમાચાર આવ્યા છે. અને બીજી બાજુ તનિષ્ઠા ચેટર્જીએ ખુલાસો કર્યો કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે અને સારવાર લઈ રહી છે. આ ઉપરાંત ‘દેવોં કે દેવ… મહાદેવ’ સીરિયલમાં પાર્વતી બનનાર અભિનેત્રીને લઈને પણ એક નેગેટિવ અપડેટ મળી છે.
પૂજા બેનર્જી ફ્રોડનો થઈ શિકાર
ટીવી સીરિયલમાં અનેક સીરિયલમાં કામ કરનાર અભિનેત્રી પૂજા બેનર્જીએ ફ્રોડનો શિકાર થઈ. પૂજા પૂજા બેનર્જી ‘દેવોં કે દેવ… મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવ્યા બાદ વધુ લોકપ્રિય થઈ હતી. જો કે હાલમાં અભિનેત્રી સારા રોલની તલાશમાં હોવાથી નાના પડદાથી દૂર છે. છતાં છેતરપિંડીનો ભોગ બનતા ‘દેવોં કે દેવ… મહાદેવ’ ફેમ અભિનેત્રીએ અત્યારે ફરી ચર્ચામા આવી છે. અભિનેત્રી પૂજાએ કહ્યું કે તેની સાથે મોટું ફ્રોડ થયું અને આ કૌભાંડમાં તેણે અત્યાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને જે બચત કરી હતી તે તમામ ખતમ થઈ ગઈ. અભિનેત્રીને મોટું આર્થિક નુકસાન થવા પાછળ કોઈ ગેંગ નહી પરંતુ તેમની નજીકની જ વ્યક્તિ છે. આ વાત સામે આવતા તે વધુ દુઃખી થઈ છે.
અભિનેત્રીએ ફેન્સને કરી અપીલ
અભિનેત્રી પૂજા બેનર્જીએ પોતાની સાથે થયેલ છેતરપિંડીનો ખુલાસો કરતા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી તે મુશ્કેલીનો સામનો કરી રહી છે. પૈસાની છેતરપિંડી થતા જીવનભરની બચત ખતમ થઈ એટલે ખબર નથી કે આગળ શું થશે. તેણે હવે ફરી શૂન્યથી શરૂઆત કરવી પડશે. આ સાથે એમ પણ કહ્યું કે હું હાર માનીશ નહીં. કારણ કે મને ઇશ્વરમાં શ્રદ્ધા છે અને મને ખ્યાલ છે કે હું ફરી વધુ મહેનત કરી સારી કમાણી કરી શકીશ. આ સાથે અભિનેત્રીએ તેના ફેન્સને પ્રાર્થના માટે અપીલ કરી.
Reference