બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજા પર પ્રેમ વરસાવતા લોકોના પ્રિય જોડી છે. હમણાં જ વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પણ અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા તેની મોટામાં મોટી ચિયરલીડર રહેશે.
અનુષ્કા અને વિરાટ એકમેક માટે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં સમય કાઢવા માટે બહુ મથતા છે. અભિનેત્રીએ એકવાર જણાવ્યું હતું કે, તેમના લગ્ન બાદના પ્રારંભિક દિવસોમાં, તેઓ અને વિરાટ પોતાપોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે માત્ર 21 દિવસ એકસાથે વિતાવી શક્યાં હતાં. તેઓ બંને પોતાના કામને કારણે ઘણી વખત છૂટાં પડતાં હતાં.
તાજેતરમાં, અનુષ્કાએ વોગ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘લગ્ન બાદ અમે પહેલા છ મહિના દરમિયાન ફક્ત 21 દિવસ સાથે વિતાવ્યા હતા. હું ગણતરી કરીને જોતી હતી. વિરાટ કોહલી મેચ માટે બહાર રહેતો અને હું પણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેતી. આવી સ્થિતિમાં સાથે જમવા માટે સમય કાઢવો એ એક નાની જીત જેવું લાગતું હતું.’
અનુષ્કાએ કહ્યું, ‘જ્યારે હું તેમને વિદેશમાં મળવા જાઉં છું, ત્યારે તે રજાઓ હોતી નથી, માત્ર સાથે જમવાના જ હોય છે. તે સમય ખૂબ જ કિંમતી છે. જ્યારે હું વિરાટને મળવા જાઉં છું અથવા જ્યારે તે મને મળવા આવે છે, ત્યારે લોકો ધારે છે કે તે રજા પર છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.’ બંનેવમાંથી એક હંમેશા કામ કરતું હોય છે.
અનુષ્કાએ ‘સિમી ગરેવાલ’ સાથેના બીજા એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે સતત કામ કરવાથી તેના પર કેવી અસર પડે છે. લગ્ન બાદ ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે ભાવનાત્મક અને શારીરિક રીતે થાકી ગઈ હતી. તેણે પોતાની ટીમને કહ્યું હતું કે હવે તેણે કોઈ નવું કામ કરવાનું નથી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં રહે છે?
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017 ડિસેમ્બરમાં ઇટાલીના મુંબરેલડોમાં લગ્ન કર્યાં હતાં. બંનેએ વર્ષ 2021માં પુત્રી વામિકા અને 2024માં પુત્ર અકયનું સ્વાગત કર્યું હતું. હાલમાં, કપલ લંડનમાં રહે છે અને પોતાના બાળકોને ઉછેરી રહ્યા છે. તેઓ કામ માટે ભારત પણ આવતા રહે છે.